• Gujarati News
  • National
  • Vadodara News 39city Bhaskar39 Introduces Three Cases Of Vadodara In Which There Is A Mother Somewhere But Still Her Mother Is Central To Her 073030

‘સિટી ભાસ્કર’ વડોદરાના એવા ત્રણ કિસ્સા પ્રસ્તુત કરે છે જેમાં ક્યાંક માતા છે તો ક્યાંક નથી, પરંતુ છતાં તેના કેન્દ્રસ્થાને માતા જ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્નને 64 વર્ષ થયા. ચોથી પેઢી જોઈ રહી છું. સમાજમાં અનેક બદલાવ આવ્યા છે. મારા પતિનો અનાજ- કપડાનો વેપાર હતો જેથી ઘરમાં રૂપિયાની ખોટ પડી નહિ. મારે ત્રણ દીકરા અને એક દીકરી હોવાથી જવાબદારીઓ વધુ હતી. છતાં તેમને બીકોમ, એમ.એસ.સી. અને બી.એસ.સી. સુધી અભ્યાસ કરાવ્યો. કેન્સરે દીકરીને છીનવી લીધી પણ તેની ખોટ દીકરાઓએ ન સાલવા દીધી, પણ લોહી ભુલાતું નથી. તેમ 83 વર્ષીય ચંદનબેન જયંતીલાલ શાહે જણાવ્યું હતું. તેમની વહૂ 56 વર્ષીય રેખાબેન હરેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે, દીકરી-દીકરાને સમાન રાખ્યા. બન્નેને એન્જીનીયર બનાવ્યા. લગ્નના 33 વર્ષમાં છોકરાઓની ભૂલ માટે અમે તેમને ઠપકો આપ્યો પણ વળતો જવાબ નથી મળ્યો. ક્યાંક અમે ખોટા હતા તો તેમણે અમને સમજાવ્યા. દીકરી વિદેશમાં છે અને દીકરો વ્યવસાય સાંભળે છે. સાસુ-વહુનો સબંધ હવે માં-દીકરી જેવો થઇ ગયો છે, જે સામાજિક પરિવર્તન છે. રેખાબેનની 29 વર્ષીય વહૂ શ્રુતિ નિશાંત શાહે જણાવ્યું હતું કે, વડસાસુ અને સાસુએ તેમના અનુભવોનો સાર મને આપ્યો છે, જેથી એક વાત સ્પષ્ટ થઇ કે સંયુક્ત કુટુંબમાં રહેતા બાળકોના સંસ્કાર અને વિચારો વિભક્ત કુટુંબમાં રહેતા બાળકો કરતા સારા છે. લગ્નને 4 વર્ષ થયા, હું ઘરે બેસીને જ ફ્રીલાન્સ જોબ કરું છું. હું માતા બનીશ ત્યારે બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધી તેને એકલું નહીં મુકું. પછી ભલે તેની માટે મારે જોબ છોડવી પડે તો પણ છોડીશ.

સિટી રિપોર્ટર . વડોદરા | આજે મધર્સ ડે છે. ત્યારે સિટી ભાસ્કર શહેરના એવા ત્રણ કિસ્સાઓ તેના વાચકો માટે લાવ્યું છે કે જેમાં માતા કેન્દ્ર સ્થાને છે. પરંતુ આ કિસ્સા એવા છે કે ક્યાંક માતા છે તો ક્યાંક માતા નથી. પરંતુ છતાં તેનો રોલ મહત્ત્વનો ભાગ સંતાનો અને પતિ માટે ભજવી ગયો છે. શહેરની એવી ત્રણ મહિલાઓ કે જે વહુ, સાસુ અને વડ સાસુ છે. જેમણે પોતપોતાના સમયે માતાનો કયો રોલ હતો અને તે રોલ સમયાંતરે કેવી રીતે બદલાતો ગયો તેની વાત કરી છે. જ્યારે એક એવી માતાની કહાની પણ છે કે જેણે પતિના મૃત્યુ બાદ પોતાના સંતાનોને સંઘર્ષમાં ઉછેર્યાં, હાર્યા વિના સ્વર્ગસ્થ પતિની સંતાનો માટેની અધૂરી ઇચ્છાઓ પણ પૂરી કરી. જ્યારે પિતાની કહાનીમાં બે દીકરીઓને માતાના અવસાન બાદ પિતાએ જ પિરિયડ્સનું જ્ઞાન પણ આપ્યું.

મહિલાની ત્રણ પેઢી જેણે માતાનો રોલ બદલાતો જોયો, એવી માતા જેણે પતિના ગયા પછી સંઘર્ષ કરી સંતાન ઉછેર્યાં, એવા પિતા જેમણે પત્નીનો રોલ ભજવ્યો
પહેલાંની માતા માત્ર સંતાન સંભાળતી, આજની માતા જોબ સાથે સંભાળ લે છે
હેપી મધર્સ ડે
ત્રણ પેઢી : વડસાસુ, સાસુ, વહુ
માતાના ગયા પછી પિરિયડ્સનું જ્ઞાન પિતાએ આપ્યું, પેડ્સ પણ લાવતા, જમવાનું બનાવતાં પણ શીખવ્યું
સંતાનોની જવાબદારી સંભાળનારી મહિલાઓએ ત્રણ પેઢીમાં માતાના રોલમાં આવેલાં પરિવર્તનો જણાવ્યાં
સંતાનોનું નામ કોઇ બોર્ડ પર લખાય તેવી પતિની ઇચ્છા પૂરી કરવા જીવનજંગ લડી
 હેરનાં ભ્રાંતિબેન વ્યાસ મુંબઇ રહેતા હતા. તેમને એક દીકરી કૃતિકા અને દીકરો દર્શિત છે. તેમના પતિ કમલેશભાઇનું 2009માં અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારે ભ્રાંતિબેનનું મુંબઇમાં રહેવું અઘરું થયું. તેમણે વડોદરા તેમના પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું. તેમણે જણાવ્યુ હતું કે, 15 વર્ષ મુંબઇમાં રહ્યા બાદ વડોદરામાં અઘરું લાગ્યું. રેલવે સ્ટેશને ઉતરીને જ ચોધાર આંસુએ રડી. છતાં પરિવારના સપોર્ટ અને મહેનતને કારણે વડોદરામાં નવજીવન શરૂ કર્યું. પતિનું અવસાન થયું ત્યારે દીકરી 15 અને દિકરો 10 વર્ષનાં હતાં. અહીં આવીને પરિવાર સાથે બે મહિના રહ્યા પછી મેં શિક્ષકની જોબ શરૂ કરી પોતાનું ઘર લીધું. મારા પતિની ઇરછા હતી કે અમારા બાળકોનાં નામ બોર્ડ પર લખાય. તે પૂરી કરવા મેં મહેનત કરી. આ ઇરછા બાળકોએ પૂરી કરી ત્યારે ઘણી ખુશી થઇ હતી.

પરિવારજનો અને બાળકોનાં સાથને કારણે જીવન સારું ગયું. મારા બાળકોની બધી જ ઇરછાઓને હું એક પિતા અને માતા બનીને પૂરી કરું છું. આજે જ્યારે મારી દીકરી કૃતિકાનું માંગું આવે છે ત્યારે કોઇ પણ પુછે કે એના પપ્પા શું કરે છે ત્યારે હું તેમને વિગતે વાત કરીને મારા પરિવાર સાથે વાત કરવાનું કહું છું અને એ સમયે મને મારા પતિની ઘણી યાદ આવે છે અને રડું

સિંગલ સક્સેસફુલ મધર
જ્યારે દીકરીનું માગું આવે, કોઇ પૂછે કે એના પિતા શું કરે છે ત્યારે હું તેમને પરિવાર સાથે વાત કરવાનું કહું છું, આ સમયે મને મારા પતિ આંસુ સાથે યાદ આવી જાય છે...
પપ્પાને લોકોએ લગ્ન કરવા કહ્યું, પણ તે અમને જ જીવન બનાવી ચૂક્યા હતા
હેરનાં ઇલેશભાઇ પરીખે સિંગલ ફાધર તરીકે તેમની બે દીકરી ધ્રુવી અને ક્રિષ્ના પ્રત્યેની જવાબદારીની વાત કરતાં જણાવ્યું હતું કે, 2004માં પત્નીનું કેન્સર અને કરોડરજ્જુ તુટવાથી અવસાન થયું. ત્યારે ક્રિષ્ના 10 અને ધ્રુવી 13 વર્ષની હતી. હવે મારો માતાનો રોલ હતો. છોકરીઓની પિરિયડ્સ અંગે પણ મેં જ શીખવાડ્યું. દીકરીઓને જમવાનું બનાવવાથી માંડી જીવન ઉપયોગી બધી જ બાબતો શીખવી. મોટી દીકરીનાં લગ્નમાં માતાની ખોટ સાલવા દીધી નહીં.

ઇલેશભાઇની દીકરી ધ્રુવીએ કહ્યું કે, જ્યારે અમે ઘરમાં ગાડી જેવી કિમતી વસ્તુ પ્રથમવાર લાવ્યા ત્યારે હું ગાડીમાં બેસીને મારી માતાને યાદ કરીને રડી હતી. મમ્મી હોત તો કેટલી ખુશ થાત. પપ્પાને ઘણા બધા લોકો લગ્ન કરવા કહેતા પણ તેઓ કહી દેતા કે હવે મારું જીવન મારી દીકરીઓ જ છે. ત્યારે આંસું આવી જતાં.

ઇલેશભાઇની દીકરી ક્રિષ્નાએ કહ્યું કે, હું નાની હતી ત્યારે મને ભણવાનું ગમતું નહીં. મારી મમ્મી મને બળજબરી ભણવા બેસાડતી. મને ઘણો માર પણ પડ્યો હતો. આ બધી જ યાદો મને દસમાં ધોરણમાં હું સારા ટકાએ પાસ થઇ ત્યારે આવી. અમે પિરિયડ્સમાં હોઇએ ત્યારે પપ્પા જ અમારા માટે પેડ લઇ આવતા હતા. મમ્મી હતી ત્યારે પપ્પાથી અમને બહું ડર લાગતો હતો પણ અત્યારે તે સમયના જે પપ્પા હતાં તેનાથી આજનાં પપ્પામાં ઘણો બધો ફેરફાર થઇ ગયો છે.

સિંગલ સક્સેસફુલ ફાધર
મમ્મી હતી ત્યારે પપ્પાથી ડર લાગતો, મમ્મી ગયા પછી ડર ગયો, હવેના પપ્પા અમારા જુદા પપ્પા છે...
અન્ય સમાચારો પણ છે...