બોડેલીની ધાડમાં 32 વર્ષથી વોન્ટેડ ડેસરનો ધાડપાડુ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરના બોડેલીમાં 1986 માં ધાડના ગુનામાં વોન્ટેડ ડેસરના ધાડપાડુને જિલ્લા એસઓજીની ટીમે 32 વર્ષે ઝડપી પાડ્યો હતો. સાગરિતોના નામ ખૂલતા ધાડપાડુ કચ્છ-ભૂજમાં મજૂરી કામ માટે જતો રહ્યો હતો. બુધવારે બપોરે વેગા ચોકડી પાસે આવતાં તેને પકડી લીધો હતો.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ જિલ્લા પોલીસે નાસતા ફરતા આરોપીને પકડવા માટે કમરકસી હતી. મૂળ સંખેડા તાલુકાનો ઉદેસિંગ દિપસિંગ નાયક ઉર્ફે ઉદેસિંગ માલસિંગ નાયક 25 વર્ષ સુધી ડેસર ગામના નિશાળ ફળિયામાં રહેતો હતો. જ્યાં લૂંટના ગુનામાં પકડાતા તેને એક વર્ષની સજા પણ થઇ હતી.

મે, 1986માં બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદેસિંગ અને તેના સાગરિતોએ ધાડ પાડી હતી.

આ ગુનામાં સાગરિતોના નામ બહાર આવતાં ઉદેસિંગ કચ્છ-ભૂજમાં મજૂરી કામ માટે જતો રહ્યો હતો. જિલ્લા પોલીસ તેની 32 વર્ષથી શોધખોળ કરી રહી હતી. દરમિયાન આ ધાડપાડુ વેગા ચોકડી પાસે આવ્યો હોવાની બાતમી મળતાં એસઓજીની ટીમે તેને પકડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...