તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News 30 Minutes Of Free Parking At The Airport From April To April Then It Is Rs60 After 7 Minutes 033607

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલથી એરપોર્ટમાં 30 મિનિટ ફ્રી પાર્કિંગ, હાલ 7 મિનિટ બાદ Rs.60 ચાર્જ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોન્ડ રિપોર્ટર| વડોદરા

વડોદરા એરપોર્ટ ઉપરી મુસાફરોને લેવા- મૂકવા આવનાર કાર ચાલકોને આગામી એપ્રિલ માસ બાદ 30 મિનિટ સુધીનો સમય ફ્રી મળશે . હાલ 7 મિનિટ બાદ રૂ. 60 ચૂકવવા પડે છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા નવી પોલિસી તૈયાર કરવામાં આવી છે. જે મુજબ દેશના મોટા એરપોર્ટ પર ટ્રાફિકને પગલે મુસાફરોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ આ બદલાવ કરવામાં આવ્યો છે.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા નાગરિકોની ફરિયાદને ધ્યાને લઇને પાર્કિંગ પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટ ઉપરી રોજડ અંદાજે 750 કાર આવે છે. ટ્રાફિક જામ અથવા મુસાફરોને ઉતારી બહાર જતી વખતે જો સાતે મિનિટથી એક પણ મિનિટ વધતુ થાય તો મિનિ ચાર્જ રૂ. 60 ચૂકવવો પડે છે. અમદાવાદ એરપોર્ટ ઉપરી તાજેતરમાં પાર્કિંગ માટે 30 મિનિટ ફ્રી થઇ છે. વ઼ડોદરા એરપોર્ટ ખાતે એપ્રિલ મહાન સુધી કોન્ટ્રાક્ટ છે. જેથી ત્યાર બાદ નવી પોલિસી અમલી બનશે. એરપોર્ટ ખાતે પાર્કિંગ ફીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ફ્રી પાર્કિંગ સમય બાદ એક કલાક માટે રૂ. 30 ચાર્જ થશે. ઉલ્લેખનીય છે કે , એરપોર્ટ ખાતે એન્ટરટેનમેન્ટ માટે લોકોને સુવિધા ઉભી કરવા અને આવક વધારવા પ્રયાસ થઇ રહ્યો છે. જોકે ફ્રી પાર્કિંગના 30 મિનિટના સમયમાં મુસાફરને મૂકવા આવેલ વ્યક્તિને ગેટ પાસે ઊભા રહેવાની મંજૂરી નહીં મળે . પેસેન્જરને ઉતારીને તુરંત જતું રહેવું પડશે તેમ એરપોર્ટના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

ટ્રાફિક મેનેજર રાખીશું
એરપોર્ટ પર ફ્રી પાર્કિંગનો સમય વધતાં આવક ઘટશે. એપ્રિલમાં નવું ટેન્ડર થશે. આગમન અને એક્ઝિટ પાસે ડિસિપ્લીન મેન્ટેન થાય તે માટે માણસો ઉભા રખાશે . ખોટો ટ્રાફિક જામ કરનારને દંડ થશે. ચરણસિંહ, એરપોર્ટ ડાટરેક્ટર

રેવન્યૂ શેરિંગનો િવવાદ અને મોર્નિંગ વોકર્સનો િવરોધ થતાં એિન્જન પાછું મોકલાવ્યું
બુલેટ ટ્રેન ખોટકાઇ : પાલિકાને 60 કરોડનું અને કમાટીબાગને પર્યાવરણનું નુકસાન
વિવાદ વધુ વકરે તે પહેલા એન્જિન સહિતનું મટિરિયલ કમાટીબાગ બહાર લઇ જવાયું
ઇન્ફ્રા રિપોર્ટર| વડોદરા

અમદાવાદ મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની રેપ્લિકા સમી મિનિ એસી બુુલેટ ટ્રેન માટેનું એન્જિન અને પાઇલોટ કેબિનનું શનિવારે સવારે કમાટીબાગમાં આગમન થયું હતું પરંતુ કોંગ્રેસ-મોર્નિગ વોકર્સના વિરોધ અને પાલિકા સત્તાધીશોના અહમના ટકરાવની વચ્ચે બુલેટ ટ્રેનના એન્જિનને ખોલ્યા વગર જ પાછુ મોકલી દેવામાં આવ્યું હતું.

2013ના વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કમાટીબાગમાં જોય ટ્રેન કાર્યરત કરવામાં આવી હતી અને તેમાં હવે નવા પીચ્છારૂપે બુલેટ ટ્રેન જેવી પ્રતિકૃતિ ધરાવતી એસી ટ્રેનનો ઉમેરો કરવાનો નિર્ણય લેવાયો હતો અને તેના માટે તત્કાલીન મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવ સાથે ખોડલ કોર્પોરેશને એમઓયુ પણ કર્યો હતો. જોય ટ્રેનના રૂટ પર જ આ એસી બુલેટ ટ્રેન દોડાવવા માટે પાલિકાને એકપણ પૈસાનુ રોકાણ કરવાનુ ન હતુ તેવો કરાર પાલિકા સાથે કોન્ટ્રાકટરે કર્યો હતો. પરંતુ, રેવન્યુ શેરીંગ માટે સમીક્ષા કરવાની બાકી છે ત્યારે કોન્ટ્રાકટરે બુલેટ ટ્રેનનુ એન્જિન અને પાયલોટ કેબિન તૈયાર કરાવીને શનિવારે કમાટીબાગમાં મોકલી આપી હતી.

પરંતુ, કોંગી કાઉન્સિલર અમી રાવતે ટેન્ડર વગર પ્રોજેકટ કરવાના નિર્ણયનો વિરોધ કરીને પાલિકાને 60 કરોડ રૂપિયાનુ નુકશાન કરવાનો કારસો ગણાવ્યો હતો. એટલું જ નહીં, કમાટીબાગના મોર્નિગ વોકર્સ દ્વારા પણ બુલેટ ટ્રેનના કારણે ગંભીર અસર પહોંચશે તેવી ચિંતા વ્યકત કરી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પડતો મૂકવાની જલદ માંગણી કરી હતી. આ મામલો મ્યુ.કમિશનર પાસે પહોંચ્યો હતો અને વિવાદ વધુ વકરે તે પહેલા ડામી દેવા માટે એન્જિન સહિતનુ મટિરીયલ કમાટીબાગની બહાર લઇ જવાનુ ફરમાન કર્યુ હતુ અને તેના કારણે 14 કલાકમાં જ બુુલેટ ટ્રેનનુ એન્જિન-પાયલોટ કેબિન લઇને ટ્રક પરત ફરી હતી.

અમારા ગોડાઉનમાં જ મૂકી છે
બુલેટ ટ્રેનના બાકી રહેલા ચાર કોચ સાથેની મશીનરી તૈયાર કરીને કમાટીબાગમાં લાવવાની સૂચના મળી છે. જેથી, બુલેટ ટ્રેનનુ એન્જિન-પાયલોટ કેબિન છાણી ખાતે અમારી કંપનીના ગોડાઉનમાં ખસેડયા છે અને કામગીરી પૂરી કરીને ફરીથી કમાટીબાગમાં લાવવામાં આવશે. હરેશ પટેલ, ડાયરેકટર ખોડલ કોર્પોરેશન

શું છે વિવાદ | વિરોધ થતાં પ્રોજેકટ ખોરંભે
કમાટીબાગમાં જોય ટ્રેનના ટ્રેક પર બુલેટ ટ્રેન દોડાવવા માટે ટેન્ડર પ્રક્રિયા વગર એમઓયુનો નિર્ણય તત્કાલિન કમિશનરની સૂચનાથી લેવાયો હતો. આ એમઓયુની પુન: સમીક્ષા કરવા સભામાં વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો હતો અને આ સ્થિતિમાં બુલેટ ટ્રેનનુ એન્જિન તૈયાર થઇને મોકલી દેવામાં આવતા સત્તાધીશોએ રૂક જાવનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો