બનાવટી દસ્તાવેજથી મોબાઇલ પર લાેન લઇ 26 હજારની ઠગાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયનાન્સ કંપનીમાં બનાવટી દસ્તાવેજ રજૂ કરી મોબાઇલ પર રૂા. 26 હજારની લોન લઇ લેનાર ગઠિયા વિરૂદ્ધ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અકોટાની હોમ ક્રેડીટ ફાઇનાન્સ પ્રા.લિ. કંપનીમાં સિનિયર ડિસ્ટ્રીક્ટ મેેનજર અંકીત કિશોર તુનારાએ ફરિયાદ કરી છે કે, વાઘોડિયા રોડ ગુરુકુલ સર્કલ પાસે ટ્રુ વેલ્યુ કોમ્યુનિકેશન નામની મોબાઇલ શોપના માલિક અનિલ તુલજારામ હેમનાની પાસે ગોત્રી તિલકનગરના મેહુલ રમેશ નિઝામા નામના વ્યક્તિએ ગત માર્ચ - એપ્રિલમાં મોબાઇલની લોન લીધી હતી. ત્યારબાદ મેહુલ નિઝામાએ ટોલ ફ્રી નંબર પર કોલ કરી લોન નહીં લીધી હોવાનું જણાવ્યું હતું. મેનેજરે તપાસ કરતાં લોન માટે આપેલા દસ્તાવેજમાં છેડછાડ કર્યાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત આ વ્યક્તિએ એક કેન્સલ ચેક પણ રજૂ કર્યો હતો. મેનેજરે પાણીગેટ પોલીસમાં ફરિયાદ કરતાં તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...