તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવ પરિવાર દ્વારા 25 હજાર અનાજની કિટ તૈયાર કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસની મહામારીને અનુલક્ષીને વડોદરામાં કરાયેલા લોકડાઉનના સમયમાં જરૂરીયાતમંદોની સહાય કરવા માટે સત્યમ,શિવમ,સુંદરમ પરિવાર દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં શિવપરીવાર દ્વારા 25 હજાર અનાજની કિટ તૈયાર કરવામાં આવી છે. જ્યારે શહેરના દાનવીરોએ રૂ.33 લાખનું દાન પણ આપ્યું છે.

રાજ્યમંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં જે લોકોને ભોજન નથી મળી રહ્યું તેવા લોકો માટે 25 હજાર અનાજની કિટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ કિટમાં ઘઉનો લોટ,તુવેરની દાળ, ચોખા, તેલ, વિગેરે સામગ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેવાયજ્ઞ માટે રૂ.50 લાખ એકત્ર કરવાનું બીડુ ઉપાડ્યું છે.જેમાં દાનવીરો થકી રૂ.33 લાખ અપાયા છે. સમાજના છેવાડાના વર્ગ સુધી સહાય મળી રહે તે માટે આજના સમયની તાતી જરૂરીયા છે. જે દાતાઓ રોકડ સહાય કરવા ઈચ્છતા હશે તેઓ માટે રેશનીંગનું પાકુ બીલ પણ અપાશે. જ્યારે દાતાઓ અનાજ પણ આપી શકે છે. દાતાઓએ સંસ્થા વસાહત પટેલ વાડી ખાતે સંપર્ક કરવાનો રહેશે.આ સેવા યજ્ઞમાં રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે રૂ.1 લાખ, સૂર્યા પેલેસના માલિક પીયુશભાઈ શાહે રૂ.1.11 લાખ, વડોદરા કેટરર્સ એસો.દ્વારા રૂ.4.11 લાખ સહિત 30 લોકો તેમજ સંસ્થા દ્વારા દાન કરાયું છે.

VYO રિલીફ ફંડમાં ~76 લાખ આપશે

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ) દ્વારા કોરોના વાઈરસને નાબૂદ કરવાના રાષ્ટ્રીય અભિયાનમાં રૂ.76 લાખનું યોગદાન સમર્પિત કરાવનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં નિરાધાર પરિવારો માટે પ્રથમ તબક્કામાં 30 હજારથી વધુ અન્ન કિટોનું વિતરણ પણ કરવામાં આવશે તેમ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયે જણાવ્યું હતું.

કોરોના વાઈરસની મહામારીના સંકટમાં સત્યમ,શિવમ સુંદરમ પરિવારનો સેવાયજ્ઞ

અન્ય સમાચારો પણ છે...