તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપસંદ બેવરેજીસલિ.માં ઇન્વેસ્ટરો દ્વારા 25 ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોગસ જી.એસ.ટી કાૈભાંડમાં સંડોવાયેલી મનપસંદ બેવરેજીસ લિ.નો ડિસે-19 સુધીનો ત્રિમાસીક રિપોર્ટ જમા કરાવ્યો હતો.જેમાં ઇન્વેસ્ટર દ્વારા 25 જેટલી ફરિયાદ કરવામાં અાવી હોવાનું સામે અાવ્યું હતું. મેનેજમેન્ટ દ્વારા તમામ ફરિયાદોનો નિકાલ કર્યો હતો.

મનસપંદ બેવરેજીસ લિ.નું બોગસ જી.એસ.ટી બીલ કાૈભાંડ સામે અાવ્યા બાદ કંપનીના મેનેજમેન્ટ બોર્ડમાં અનેક સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. ગત માસમાં કંપનીના બોર્ડ મેમ્બર દ્વારા કાૈભાંડમાં સંડોવાયેલા અને જેલની હવા ખાઇ ચુકેલા અભિષેક સિંગને પુન: હોલ ટાઇમ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં અાવ્યા છે.

કંપનીના ભાવેષ જીંગર દ્વારા સ્ટોક એક્સચેન્જને ઇન્વેસ્ટર કમ્પલેઇન અંગેનો રિપોર્ટ જમા કરાવ્યો હતો. જેમાં ડિસે- 19 સુધી કંપનીના ત્રિમાસીક કાળ સુધી ઇન્વેસ્ટર દ્વારા 25 ફરિયાદ કરવામાં અાવી હતી.જેને કંપની મેનેજમેન્ટ દ્વારા નિકાલ કરવામાં અાવ્યો હતો. કંપનીનું ટ્રેડીંગ રિપોર્ટ જમા ન કરાવવા બદલ સસ્પેન્ડ કરવામાં અાવ્યુંં હતું ,જે અાજદિન સુધી યથાવત છે. જી.એસ.ટી કાૈભાંડ સામે અાવ્યા બાદ કંપનીને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો