તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 માર્ચથી કાયાવરોહણ તીર્થ ખાતે 21 કુંડી મહારુદ્ર યજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાયાવરોહણ તીર્થ સ્થિત લકુલીશ મહાદેવના મંદિરના પ્રાંગણમાં 2 માર્ચથી મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં રૂગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના જાણકાર બ્રાહ્ણણોની ઉપસ્થિતિમાં ત્રણ દિવસ ચારે વેદની રૂચાઓનું ગાન સાથે 21 કુંડમાં શિવજીને રીઝવવા માટે સવા બે લાખ આહુતી અપાશે.

મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરનારા જીજ્ઞેશભાઈ શુક્લે વધુમાં જણાવ્યું કે, મહારૂદ્ર યજ્ઞ ત્રિજન્મ પાપસંહારક અને પિતૃધ્ધારક છે. કળીયુગમાં આ યજ્ઞ કરવાનું કામ કઠિન,ખર્ચાળ અને ઘણો માનવશ્રમ માંગી લે તેવું છે. પરંતું જો આ શ્રમ ઉઠાવીને પણ કળીયુગમાં આ યજ્ઞ કરવામાં આવે તો તેમાં ભાગ લેનારા સહુ ભક્તોને મનવાંચ્છીત ફળની પ્રાપ્તી અવશ્ય મળે છે. વધુમાં આ યજ્ઞના કારણે દેશ અને સમાજમાં પણ સુખ-શાંતી અને સમૃધ્ધીમાં વધારો થાય છે. કાયાવરોહણ તીર્થ સેવા સમાજના ટ્રસ્ટી અરૂણભાઈ પટેલે જણાવ્યું કે, સમગ્ર ટ્રસ્ટીગણના સંપુર્ણ સહકાર સાથે 3 માર્ચે મહાઆરતીનું આયોજન કરવામાં આ‌વ્યું છે. મહારૂદ્ર યજ્ઞના પ્રથમ દિવસે પુલવાના શહીદોને મૌન પાળી શ્રધ્ધાંજલી અપાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો