• Gujarati News
  • National
  • Vadodara News 2000 Companies Were Selected By 123 Companies At Recruitment Fair 080633

ભરતી મેળામાં 123 કંપની દ્વારા 2 હજાર યુવાનોને સીલેક્ટ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા તરસાલી ખાતે ગુરૂવારના રોજ અેપ્રેન્ટીસ-રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું હતું. જેમાં અેપ્રેન્ટીસ ભરતી માટે 77 કંપની તેમજ રોજગાર ભરતી માટે 46 કંપની આવી હતી. જ્યારે ભરતી મેળામાં અેપ્રેન્ટીસ માટે કુલ 56 કોન્ટ્રાક્ટ થયા છે,જ્યારે રોજગારમાં 1957 યુવાનોનું પ્રાઈમરી સીલેક્શન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ ભરતી મેળામાં કુલ 3431 યુવાનો રજીસ્ટર થયા હોવાનું રોજગાર વિભાગે જણાવ્યું હતું.

શહેરના તરસાલી તળાવ સામે આવેલા ખાનગી પ્લોટમાં તંત્ર દ્વારા અેપ્રેન્ટીસ-રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને ખૂલ્લો મૂકતા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે કહ્યું કે, કોઇપણ દેશ માટે સૌથી મોટો પડકાર રોજગારીનો છે. દુનિયાના દરેક દેશ નાગરિકો-યુવા પેઢીને રોજગારી આપવા નીતિ બનાવે છે, રોકાણકારોને આકર્ષે છે. ભારતમાં વસ્તી વધુ હોવાથી માંગ પણ વધુ છે અને ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે તેમને દિશા આપવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રોજગારીની તકોનું નિર્માણ કરવા નીતિ ઘડતર અને અમલીકરણ કરવામાં રાજયની પ્રવર્તમાન સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે.

તરસાલીમાં યોજાયેલા ભરતી મેળામાં ઉર્જા મંત્રીના હસ્તે યુવતીને રોજગાર સર્ટિફિકેટ અપાયુ.

ફિલ્ડ પ્રમાણે કંપની ન હોવાથી કેટલાક પરત ફર્યાં
નોકરી મેળવવા ભરતી મેળામાં આવેલા યુવાનોને પોતાની ફિલ્ડ પ્રમાણે કંપની ન હોવાથી તેઓ ભરતી મેળામાંથી પરત ફર્યાં હતાં. જ્યારે કેટલાક યુવાનોને કંપની દ્વારા રૂ.5 થી 7 હજાર જેટલો પગાર આપવાનું કહેતા તેઓ આટલા પગારમાં કામ કરવા રાજી થયા ન હતાં.

અન્ય સમાચારો પણ છે...