18 ઉત્તરવહીઓ શંકાસ્પદ, 12 જેન્યુઇન, હમણાં ફરિયાદ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના એસેસમેન્ટ સેલમાંથી ચોરાયેલી 30 માંથી 18 ઉત્તરવહીઓ શંકાસ્પદ લાગી છે અને 12 જેન્યુઈન જણાઈ છે. કમીટીના સભ્યો તમામ વિદ્યાર્થીઓનો ભૂતકાળનો રેકોર્ડ લઇને બેઠા હતા તેના આધારે આ હકીકતો બહાર આવી હતી. 18 ઉત્તરવહીઓમાંથી સરખા જવાબો મળ્યા છે જેમાં આ વિદ્યાર્થીઓના ભૂતકાળના રેકોર્ડની ચકાસણી કરતા જણાઇ આવ્યું હતું કે વિદ્યાર્થીઓની એટીકેટી આવી હોય રીપીટર વિદ્યાર્થીઓ હોય અથવા ખૂબ ઓછા ટકાએ પાસ થયા હોય. 12 જેટલા વિદ્યાર્થીઓનો ટ્રેક રેકર્ડ કલીયર હતો અને તેઓ સ્કોલર હોવાનું જણાઇ આવ્યું હતું.

દરમ્યાનમાં જવાબો લખવામાં સ્કોલર વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનો ઉપયોગ થયો હોવાથી કોઇ નિર્દોષ વિદ્યાર્થીનો ભોગના લેવાય તે માટે યુનિ. પ્રાથમીક રીર્પોટ અાપે તે પછી ફરીયાદ થશે. મંગળવારે શહેર પોલીસ કમીશ્નર સાથે યુનિ.ના વીસી પરિમલ વ્યાસે મુલાકાત કરી હતી. જેમાં 37 ઉત્તરવહીઓમાં કેટલાંક જેન્યુઈન િવદ્યાર્થીઓની ઉત્તરવહી જવાબો લખવા માટે બહાર કઢાઈ હોવાનું તારણ િનકળ્યું હતું. અેટલે એવા િવદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે પોલીસ યુિન.ના રિપર્ટની રાહ જોશે.

હવે ઉત્તરવહી માટે બારકોડ સિસ્ટમ
ઉત્તરવહી કાંડ બાદ યુનિવર્સિટી સત્તાધીશો હવે ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર લાવવાની કવાયત હાથ ધરી છે. અાગામી વર્ષથી તમામ ફેકલ્ટીઓની ઉત્તરવહીઓ પર બારકોડ સ્ટીકર સાથે અપાય તે માટેનો પ્રસ્તાવ રજૂ કરાશે. જે ઉત્તરવહીઓમાં જવાબો લખવામાં આવ્યા છે તે કઇ પેનથી લખાયા છે તેનું પણ ચેકીંગ કરાશે. પ્રથમવાર ઉત્તરવહીમાં જે પેનનો ઉપયોગ થયો હોય તે પેનનો બીજી વાર ચોરી કરીને લખતી વખતે ઉપયોગ કરાયો હોય તેવી શકયતા ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...