તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાના સફાઈ કર્મીના ઘરમાંથી 1.70 લાખની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | આજવા રોડ પર આવેલ રામદેવનગરના સાંઈ શ્રદ્ધા ડુપ્લેક્ષમાં રહેતંા પૂનમભાઈ મંગલભાઇ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર-5માં સફાઈ સેવક તરીકે કામ કરે છે. તેઓ ગુરુવારે બપોરે 4 :00 વાગ્યે પત્ની અને બાળકો સાથે સાસરી સંખેડાના બહાદુરપૂર ખાતે ગયા હતા.દરમિયાન શુક્રવારે સાંજે 5 વાગ્યે તેઓની સામેના ઘરમાં રહેતા સંધ્યાબેને તેઓને ફોન કરી કહ્યું હતું કે, તમારા ઘરનું તાળું તૂટેલું છે. જેથી તેઓ ઘરે પરત આવ્યા હતા.પુનમભાઈએ રૂ.1,70,500ની મતાના સોનાચાંદીના ઘરેણાંની ચોરી થયાની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...