તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજવા રોડ પર જુગાર રમતા 16 શખ્સ ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના આજવા રોડ પર આવેલી ખાટી આંબલી નવી વસાહત પાસેથી જુગાર રમતા નવ જુગારીઓને પીસીબીએ ઝડપી પાડ્યા હતા. તદુપરાંત શહેરના સયાજીપુરા ટાઉનશિપ રોડ પરના મારુતિનગરમાં જુગાર રમતા સાત લોકો ઝડપાયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર પીસીબીની ટીમને માહિતી મળી હતી કે, આજવા રોડ પર એસ.ડી. પટેલ સ્કૂલની સામે ખાટી આંબલી નવી વસાહત પાસેના ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જે માહિતીના આધારે પીસીબીએ દરોડો પાડી નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી 9 મોબાઇલ, 11 હજાર રોકડા મળી કુલ રૂ. 39 હજારની મતા જપ્ત કરી હતી.

જ્યારે બીજા બનાવમાં બાપોદ પોલીસે શહેરના આજવા રોડ પર સયાજીપુરા ટાઉનશિપ નજીક મારુતિનગરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 6 મોબાઇલ અને રોકડા રૂ. 25,650 અને ત્રણ વાહનો મળી કુલ રૂ. 1,14,150ની મતા જપ્ત કરી હતી.

પોલીસે 6 મોબાઇલ, રોકડા રૂા. 25,650 અને ત્રણ વાહનો મળી 1,14,150ની મતા જપ્ત કરી

બે અલગ અલગ સ્થળો પર પોલીસના દરાેડા

અન્ય સમાચારો પણ છે...