તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News 150 Crocodiles Appeared In The Census Of Crocodiles In Vishwamitri 033146

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વામિત્રીમાં મગરોની વસ્તી ગણતરીમાં 150 મગર દેખાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વામિત્રી નદીના નિવસનતંત્રમાં વનવિભાગ અને પગદંડ સંસ્થા દ્વારા હાથ ધરાયેલી મગરોની વસ્તી ગણતરીમાં નદીમાં 150થી વધુ મગરોએ દેખા દીધી હોવાનું સ્પષ્ટ થયું હતું. જોકે ટેક્નિકલ કારણોસર ચોક્કસ આંકડો જાહેર કરવાનું વનવિભાગ અને સંસ્થાએ ટાળ્યું હતું અને કેટલાક દિવસો પછી જાહેર કરાશે એમ જણાવ્યું હતું. મગરની વસ્તીગણતરી 10 ઝોનમાં કરાઇ.જેમાં 100 વોલ્યૂન્ટિયર્સ જોડાયા હતા. હેરિયેટ નામના પક્ષીઓ પણ નજરે પડ્યા હતા. આ પક્ષી મગરોના બચ્ચાનો શિકાર કરી શકે છે.

વનસ્પતિઓની વેરાઇટિઝ વધી છે : વનવિભાગ
વનવિભાગના ડીએફઓ કાર્તિક મહારાજાએ જણાવ્યું હતું કે, ‘વિશ્વામિત્રીના અમુક ભાગમાં ગાંડો બાવળ,લીમડા,પિપળાની સંખ્યા વધી છે, જેથી મગરોને છૂપાઇ રહે છે જોકે,રાત્રે કાઉન્ટિંગ થાય તો વધુ સંખ્યામાં મગરો જોવા મળે છે.

બાયોડાઇવર્સિટીને નુકસાન થયું : પગદંડ
આ વસ્તી ગણતરીના તારણો વિશે વાત કરતાં પગદંડ સંસ્થાના સ્થાપક નિશિથ દંડે આ વિશે કહ્યું હતું કે, વિશ્વામિત્રીની બાયોડાઇવર્સિટીમાં ઘણા ડેમેજિસ છે. મગરના નિવાસોને અસર પડી. આ ગણતરી સવારની જ હતી.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો