તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News 15 Vehicles From The Door To Door Could Not Be Reached In The Western Zone 071145

પશ્ચિમ ઝોનમાં ડોર ટુ ડોરના 15 વાહનો ન પહોંચી શકયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણને પહોંચી વળવા માટે પાલિકા તનતોડ મહેનત કરી રહી છે પરંતુ કોરોનાના ડરથી ઘરે ઘરે ફરીને કચરો કલેકશન કરતા વાહનોના ડ્રાઇવરો આવવાનું ટાળી રહ્યા છે અને રવિવારે પશ્ચિમ ઝોનમાં 15 ડ્રાઇવરો ન આવતા કચરા કલેકશનની કામગીરીમાં અસર પડી હતી. સદનસીબે, અન્ય ત્રણ ઝોનમાં તમામ ગાડીના ડ્રાઇવરો પહોંચતા પાલિકાના તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

તા.25 સુધી લોકડાઉન રાજય સરકારે જાહેર કર્યુ હતુ અને તેને તા.31 સુધી લંબાવ્યું હતુ. જયારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કરતાં તા.14 એપ્રિલ સુધી શહેરીજનોને ઘરમાં રહેવા આહવાન કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં, ડોર ટુ ડોરના 299 વાહનો રોજેરોજ જુદા જુુદા વિસ્તારોમાં ફરીને કચરો કલેકટ કરતાં હોય છે અને લોકડાઉન તેમજ કોરોનાના ખાૈફ વચ્ચે પણ કામગીરી ચાલી રહી હતી. પરંતુ, વડોદરામાં પોઝિટિવ કેસની સંખ્યા નવ પર પહોંચતા તેનો ડર ડોર ટુ ડોરના વાહનોના ડ્રાઇવરોમાં પણ ઘૂસ્યો છે અને મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ પણ 30 ટકા ડ્રાઇવરોએ આવવાનું ટાળતાં શનિવારે અડધા રૂટ પર સવારે અને બાકીના રૂટ પર બપોર પછી વાહનો દોડાવવામાં આવ્યા હતા. અલકાપુરીથી વાસણા, અકોટા, અક્ષરચોક, સુભાનપુરા, ગોરવા, સનફાર્મા રોડ, તાંદલજા, અક્ષરચોક, કલાલી, જેપી રોડ, ગોત્રી, હરિનગર વિસ્તારમાં ડોર ટુ ડોરના 90 વાહનો ફાળવવામાં આવ્યા છે પણ રવિવારે 15 વાહનો ડ્રાઇવરના અભાવે દોડી શકયા ન હતા.

290ની સામે 275 ગાડીના ડ્રાઇવર આવ્યા

અન્ય સમાચારો પણ છે...