તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News 135 Mark Lavar39s Of Maine 170 Mark39s Preparation For The Advance 075610

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

135 માર્ક લાવનારે મેઇનની,170 માર્ક મેળવનારે એડવાન્સની તૈયારી કરવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેઇઇ મેઇનની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે હજુ પેપર વેબસાઇટ પર મૂકાયું નથી. પંરતુ વિદ્યાર્થીઓએ તેમના અંદાજીત માર્સ ખબર પડી ગઇ હશે.આ પરીક્ષામાં મેળવેલા સ્કોરને આધારે વિદ્યાર્થીઓએ જેઇઇ એડવાન્સ અને જેઇઇ મેઇનની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હશે.

જે વિદ્યાર્થીઓના અંદાજીત માર્કસ 170 થી વધુ હોય તેવા વિદ્યાર્થીઓએ જેઇઇ એડવાન્સ પર ધ્યાન કેન્દ્રીત કરી તેની તૈયારી ચાલુ કરી દેવી જોઇએ. જેના માર્સ 170 હોય તેમને એનઆઇટીમાં એડમીશન મળી જશે. તેવું ફિનીક્સ સ્કૂલના ડાયરેકટર અને કેમેસ્ટ્રી એક્ષપર્ટ મુકેશ દાદવાણીએ જણાવ્યું હતું. જે વિદ્યાર્થીઓના માર્સ 135 થી 170 ની વચ્ચે છે તે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી સાથે સાથે એપ્રીલમાં લેવાનારી જેઇઇ મેઇનની પરીક્ષા અને એડવાન્સની પરીક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. આ વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડ સાથે રોજ એક બે કલાકમાં ધોરણ 11ના પ્રકરણ પણ વાંચી લેવા જોઇએ. જે વિદ્યાર્થીઓના માર્સ 135 થી ઓચા હોય તેમને એપ્રીલ જેઇઇ મેઇનની પરીક્ષા માટે વધુ તૈયારી કરવી જોઇએ.

પરીક્ષાની પેટર્ન બદલાય મુશ્કેલીનુ લેવલ પણ વધ્યું
આ વર્ષે ન્યુમેરીકલ વેલ્યુ બેઝ સવાલોમાં નેગેટીવ માર્કિંગ નથી જોકે આ સવાલો ઓપ્શનમાં પૂછાયા ના હતા. એના જવાબો વિદ્યાર્થીઓએ કેલ્કુયુલેટરથી આપવા પડયા હતા. જેના પગલે તેમનો સમય પણ બગડયો હતો. જેથી અનુમાન આધાર પર જવાબ ના આપી શકયા. ફીઝીકસ,કેમેસ્ટ્રી અને મેથ્સ મળીને કુલ 15 સવાલ પૂછાયા જેના 60 માર્ક થાય છે. જેનો અર્થ થાય છે કે 300માંથી 60 સવાલો પૂરા માર્ક એકયુરન્સી હશે તો જ મળી શકશે.

ઓલ ઇન્ડિયા રેન્ક કેવી રીતે નીકળશે
જેઇઇ મેઇન જાન્યુઆરી અને એપ્રીલમાં આપનાર વિદ્યાર્થીઓના જેમાં પર્સેન્ટાઇલ સ્કોર વધારે હશે તેને ગણવામાં આવશે. જેના પછી નોર્મલાઇઝેશન પ્રોસેસથી ઓલ ઇન્ડીયા રેંન્ક કાઢવામાં આવશે. જેના આધાર પર એનઆઇટી,ત્રીપલ આઇટીમાં પ્રવેશ મળી શકશે.

વિદ્યાર્થીઓને નવા પેટર્નનો ફાયદો થશે વિદ્યાર્થીઓને નવા પેર્ટનનો ફાયદો થશે. એપ્રીલમાં પણ ન્યુમેરિકલ વેલ્યુના સવાલો આવશે.જે વિદ્યાર્થીઓએ જાન્યુઆરી પછી એપ્રીલમાં પરીક્ષા આપવાના છે તેમને સવાલો માટે રીયલ ટાઇમ પ્રેકટીસ થશે.જેથી એડવાન્સમાં પણ આવા સવાલો સોલ્વ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો