• Gujarati News
  • National
  • Vadodara News 13 Trains Will Be Canceled For 7 Days Following The Operation Of Jaipur Ajmer Route 074544

જયપુર -અજમેર રૂટની કામગીરીને પગલે 13 ટ્રેન 7 દિવસ સુધી રદ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં ડબલિંગ લાઇનની કામગીરીને પગલે 13 ટ્રેન વિવિધ દિવસે રદ અથવા અાંશિક રદ રહેશે .અાગામી 7 દિવસ રેલ વ્યવહાર પ્રભાવિત થશે. 24 ફેબ્રુઅારીઅે બાન્દ્રા -અજમેર અેક્સપ્રેસ ,23 મીઅે અજમેર -દાદર અેક્સપ્રેસ , 24મીઅે બાન્દ્રા -ચંડીગઢ અેક્સપ્રેસ અને 20મીઅે રાજકોટ -દિલ્હી સરાઇ રોહિલ્લા અેક્સપ્રેસ રદ રહેશે. જ્યારે 21 અને 26 ફેબ્રુઅારીઅે બાન્દ્રા -શ્રી ગંગાનગર અેક્સપ્રેસ જયપુર પાસે રદ રહેશે. 19 અને 24મીઅે શ્રી ગંગાનગર -બાન્દ્રા અેક્સપ્રેસ બાન્દ્રા ટર્મિનલ પાસે રદ રહેશે. અા સાથે 6 ટ્રેન ડાઇવર્ટ કરવામાં અાવી છે જેમાં સુલતાનપુર -અમદાવાદ , પોરબંદર -મુઝફ્ફરપુર , મુઝફ્ફરપુર -પોરબંદર ,પોરબંદર -સરાઇ રોહિલ્લા અને દિલ્હી -સરાઇ રોહિલ્લાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...