તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેન્ડર વગર જ એેજન્સીને 1.20 લાખની કામગીરી આપી દેવાઈ !

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલની સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરવાની સાથોસાથ તેના ખર્ચનો અંદાજ તૈયાર કરવાની કામગીરી કરાવવા માટે વગર ટેન્ડરે એજન્સીને કામગીરી સોંપવાની ભલામણ કરતી દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી છે.

શહેરના પૂર્વ ઝોનમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. આ સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી ત્યાં બાંધકામ કરવાની તેમજ મરામત કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. આ સ્કૂલના પ્રથમ માળના સ્લેબ, ભોંયતળિયાના ટોઇલેટ બ્લોકના સ્લેબ, પ્રથમ માળના ટોઇલેટ બ્લોકના સ્લેબની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરવાનું સૂચન કરાયું હતું. પાલિકાના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરની કચેરી તરફથી આ કામગીરી કરાવવા તેમજ તેના માટેના ખર્ચના અંદાજ સહિતની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરાવ્યા વગર ખાનગી એજન્સીને રૂા.1.20 લાખના ખર્ચે કામગીરી સોંપવા દરખાસ્ત તૈયાર કરાઈ હતી. પાલિકાના સત્તાધીશોએ ખાનગી ડિઝાઇન-રિસર્ચ એજન્સીને ટેન્ડર પ્રક્રિયામાંથી મુક્તિ આપીને કામગીરી સોંપવાની કરેલી ભલામણ પર સ્થાયીએ મંજૂરીની મહોર મારતો ઠરાવ પસાર કર્યો હતો.

સ્થાયી સમિતિએ ભલામણને મંજૂરીની મહોર પણ મારી દીધી

શિક્ષણ સમિતિની સ્કૂલની સ્ટ્રક્ચરલ ડિઝાઇનની ઉતાવળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો