તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકાના ભાવે ઘઉં ખરીદવા માટે 12 કેન્દ્ર શરૂ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા વર્તમાન રવી મોસમમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. આ ખરીદી 16 માર્ચથી 30 મે સુધી કરશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની વડોદરા કચેરી દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા વડોદરા અને છોટાઉદેપુરમાં કુલ 12 ખરીદ કેન્દ્રો કાર્યરત કરાયાં છે. આ કેન્દ્રો વડોદરા, સાવલી, પાદરા, કરજણ, ડભોઇ, શિનોર, વાઘોડિયા, છોટાઉદેપુર, નસવાડી, કવાંટ, પાવી જેતપુર અને સંખેડા ખાતે નિગમનાં ગોદામો ખાતે શરૂ કરાશે. જ્યાં ક્વિંટલ દીઠ રૂ.1925 ના ભાવે ઘઉં લેવાશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉં આપવા માંગતા ખેડૂતોને પુરવઠા નિગમનાં સ્થાનિક તાલુકા ગોદામો તેમજ કેન્દ્રોનો સંપર્ક કરવા તેમજ https://pds.gujarat.gov.in પર નોંધણી કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો