તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News 10 Lakhs Of Cricketers Have Now Been Given Rs 5 Lakh Medical Assistance 041117

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 રણજી મેચો રમેલા ક્રિકેટરોને હવે પાંચ લાખની તબીબી સહાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

જેકોબ માર્ટિનની ઘટના બાદ બીસીસીઆઇ પૂર્વ ક્રિકેટરો માટે સફાળું જાગ્યું છે. કારકિર્દી દરમિયાન દશ કે તેથી વધુ પ્રથમ કક્ષાની મેચ રમેલા ક્રિકેટરો અને પ્રથમ કક્ષાની દશ કે તેથી વધુ મેચોમાં અમ્પાયરિંગ કરનાર અમ્પાયરોને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વધુમાં વધુ પાંચ લાખ રૂપિયાની તબીબી સહાય અાપવામાં આવશે,જેના પગલે વડોદરાના 10 કરતાં વધુ રણજી ટ્રોફી મેચ રમનાર 50 કરતાં વધુ ક્રિકેટરોને બોર્ડની આ પાંચ લાખની તબીબી સહાયનો જિંદગીમાં એક જ વાર લાભ મળશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેની સત્તાવાર વેબસાઇટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.જેમાં 10 કરતાં વધુ પ્રથમ કક્ષાની મેચ રમેલા અને આટલી જ મેચોમાં અંપાયરિંગ કરનાર અંપાયરોને આ યોજનાનો લાભ મળશે તેમ જણાવવામાં આવ્યું છે.આ તબીબી સહાય પ્લેયર્સ એન્ડ અંપાયર્સ મેડિકલ બેનેવોલન્ટ ફંડ હેઠળ આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે 10 કરતાં વધુ રણજી ટ્રોફી મેચ રમેલા પૈકી અનેક ક્રિકેટરો સરકારી નોકરી કે ધંધામાં સેટલ થઈ ગયા છે ,જ્યારે આ પૈકીના કેટલાક ક્રિકેટરો હાલ ખાનગી કે સરકારી નોકરી કરી રહ્યા છે. આ પૈકી કેટલાક ક્રિકેટરો એવા છે જેમની આર્થિક સ્થિતિ બરાબર નથી તેવા ક્રિકેટરો માટે બોર્ડનો આ નિર્ણય લાભદાયી રહેશે.ેતરમાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની તબિયત બગડતાં તેની સારવાર માટે બીસીસીઆઇ દ્વારા પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી.

શરૂઆત સારી છે પરંતુ પાંચ લાખ પૂરતા નથી
જેકોબ માર્ટિનની તબિયત બગડતાં તેને તબીબી સહાયની જરૂર પડતાં બીસીસીઆઇ દ્વારા રૂા.પાંચ લાખની સહાય કરવામાં આવી હતી.આ ઘટનાને નજર સામે રાખી બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.આ સારી શરૂઆત છે પણ પાંચ લાખ પૂરતા નથી, ક્રિકેટરો માટે હજુ ઘણું બધું કરવાની જરૂર છે. સંજય પટેલ,પૂર્વ સેક્રેટરી,બીસીસીઆઇ

વડોદરાના 37 ક્રિકેટરો માટે 8 લાખનો વીમો લેવાયો છે
1થી10 રણજી ટ્રોફી મેચ રમેલા 37 પૂર્વ ક્રિકેટરો માટે બીસીએ દ્વારા 3 લાખની મેડિકલ વીમા પોલિસી અને 5 લાખની એક્સિડન્ટ વીમા પોલિસી કાઢવામાં આવી છે અને બાકીના પૂર્વ ક્રિકેટરો માટે બીસીસીઆઇનું માર્ગદર્શન લેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો