તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ દસ્તાવેજો દ્વારા લોન લેવાના કૌભાંડમાં 1ની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકો દ્વારા ડિફોલ્ટર જાહેર કરાયેલા વ્યકતીઓના પાન કાર્ડ, આધાર કાર્ડ જેવા અસલ દસ્તાવેજો મેળવી લઇ તેમાં સ્કેનર વડે ચેડાં કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા બાદ ફાઇનાન્સ કંપનીઓના મેળાપીપણામાં લોન લઇ વિવિધ ચીજો ખરીદવાના કૌંભાડમાં વારસીયા પોલીસે કેપીટલ ફાઇનાન્સ કંપનીના કર્મચારી ધ્રુવ ઘનશ્યામ ગૌરને ઝડપી લીધો હતો. વારસિયા પોલીસે ત્રણ દિવસ અગાઉ હરણી રોડ વૃંદાવન ટાઉનશિપમાં આવેલ આવિષ્કાર સાઇબર કાફેમાં દરોડો પાડી મુબીન ઇસુબ શેખ (રહ,ફતેપુરા હાજી મહોલ્લો), ગણપત ઉર્ફે ગણેશ ગોપાલ રાજપૂત (રહે ફતેપુરા ભાંડવાડા) અને બિરેન સતિષચન્દ્ર શાહ (રહે, આવિષ્કાર સોસાયટી, વારસીયા રીંગ રોડ)ને ઝડપી લીધા હતા. આ ત્રણેય બેંકો દ્વારા ડિફોલ્ટર જાહેર કરાયેલા લોકોના અસલ પાન કાર્ડ, આધાર કાર્ડ જેવા દસ્તાવેજોમાં ચેડાં કરીને જન્મતારીખ, આધાર નંબર સુધારી બોગસ દસ્તાવેજો બનાવતા અને ત્યારબાદ આ બોગસ દસ્તાવેજો કેપિટલ ફાઇનાન્સના ધ્રુવ ગૌર, બજાજ ફાઇનાન્સના હિતેશ ઠાકોર અને એચડીએફસીના શક્તિસિંહ રાઠોડને આપી લોન મંજૂર કરાવી શહેરની અલગ અલગ દુકાનોમાંથી એસી, મોબાઇલ, મોપેડ, બાઇક, ઓવન સહિતની ચીજો ખરીદી લેેતા હતા.

પીઆઇ એસ.એસ.આ્નંદે જણાવ્યું હતું કે આ કૌંભાડમાં લોન પાસ કરવાની કામગિરી કરનારા કેપિટલ ફાઇનાન્સના કર્મચારી ધ્રુવ ઘનશ્યામ ગૌર (રહે નડિયાદ)ને ઝડપી લીધો છે. તેની પાસેથી મળેલી માહિતીના આધારે વધુ તપાસ શરુ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...