તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'હું નર્મદા કેનાલમાં આપઘાત કરવા માટે જઇ રહ્યું છું' કહી યુવાનનો આપઘાત, બે દિવસે મળ્યો મૃતદેહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'હું નર્મદા કેનાલમાં આપઘાત કરવા માટે જઇ રહ્યું છું' કહી યુવાનનો આપઘાત, બે દિવસે મળ્યો મૃતદેહ - Divya Bhaskar
'હું નર્મદા કેનાલમાં આપઘાત કરવા માટે જઇ રહ્યું છું' કહી યુવાનનો આપઘાત, બે દિવસે મળ્યો મૃતદેહ

છોટાઉદેપુરઃ બે દિવસ પૂર્વે નર્મદા કેનાલમાં મોતનો ભૂસકો મારી આપઘાત કરી લેનાર છોટાઉદેપુરના કાપડના વેપારીના પુત્રનો મૃતદેહ પડાલ અને મેનપુરા ગામ વચ્ચેથી મળી આવ્યો છે. કાપડના વેપારીના પુત્રએ દેવું વધી જતા આપઘાત કર્યો હોવાનું નગરમાં ચર્ચાઇ રહ્યું છે. બીજી ઓક્ટોબરે રોનક તેના નીકટના વ્યક્તિઓને ફોન કરીને જણાવ્યું હતું કે, હું નર્મદા કેનાલમાં આપઘાત કરવા માટે જઇ રહ્યો છું. પરંતુ તે સમયે તેની વાતને કોઇ ગંભીરતાથી લીધી ન હતી. અને તે બોડેલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતુ મૂકી જીવાદોરી ટુંકાવી લીધી છે.

 

 

'હું નર્મદા કેનાલમાં આપઘાત કરવા માટે જઇ રહ્યું છું' કહી યુવાનનો આપઘાત

 

છોટાઉદેપુર બજારમાં કાપડની દુકાન ધરાવતા સુરેશભાઈ ખેમચંદભાઈ શાહ (ખંડેલવાલ)ના પુત્ર રોનકે દેવુ થઇ જતાં બે ઓક્ટોબરની સાંજના 6:15 કલાકે બોડેલી પાસે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. મરનાર રોનકને શોધવા માટે પરિવારજનોએ સ્થાનિક તરવૈયાઓની મદદ લઇ નર્મદા કેનાલ પાસે ભારે પ્રયત્ન કરતા હતા. પરંતુ લાશ મળી આવી ન હતી.
દરમિયાન આજે મરનાર રોનકની લાશ પડાલ અને મેનપુરા ગામ વચ્ચે ગેટ નંબર 151 પાસેથી મળી આવી હતી. બે દિવસ પૂર્વે નર્મદા કેનાલમાં પડતુ મૂકીને આપઘાત કરી લેનાર રોનકે લેણદારોનો ત્રાસ વધી જતા અંતિમ પગલું ભર્યું હોવાનું નગરમાં ચર્ચાઇ રહ્યું છે.

 

છોટાઉદેપુરમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે મૃતકના કાકાએ જણાવ્યું હતું કે, રોનક ધંધો કરતો હતો. તે સાથે તેના મિત્ર વર્તુળમાં ચાલતી વીસીમાં સભ્ય હતો. વીસીમાંથી ઉપાડેલા નાણાં સમયસર ભરપાઇ કરી ન શકતા. કેટલાક સભ્યો અવાર-નવાર ઉઘરાણી કરતા હતા. અને માનસિક ત્રાસ આપતા હતા. રોનકથી માનસિક ત્રાસ સહન ન થતાં, 2 ઓક્ટોબરે રોનક તેના નીકટના વ્યક્તિઓને ફોન કરીને જણાવ્યું હતું કે, હું નર્મદા કેનાલમાં આપઘાત કરવા માટે જઇ રહ્યો છું. પરંતુ તે સમયે તેની વાતને કોઇ ગંભીરતાથી લીધી ન હતી. અને તે બોડેલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતુ મૂકી જીવાદોરી ટુંકાવી લીધી છે.

 

દરમિયાન રોનકે આપઘાત માટે કરેલા ફોન બાદ તેનો સંપર્ક ન થતા, પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન નર્મદા કેનાલ પાસેથી રોનકની બાઈક, ચંપલ અને મોબાઈલ મળી આવ્યા હતા. આથી પરિવારજનોએ સ્થાનિક તરવૈયાઓની મદદ લઇ કેનાલમાં રોનકને શોધવા માટે તપાસ કરાવી હતી. પરંતુ બે દિવસ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. આજે તેનો સવારે 11 વાગ્યાના સુમારે પડાવ અને મેનપુર ગામ વચ્ચેથી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

 

આજે સવારે લાશ મળી આવતા મૃતકના ભાઇ ચિરાગ ઉર્ફ ગુલ્લુ ખંડેલવાલે રોનકના મૃતદેહને પોલીસ સમક્ષ ઓળખી બતાવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે છોટાઉદેપુર નગરમાં ચકચાર જગાવી મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...