વડોદરામાં ઘુંટીનું થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીની મદદથી કરાયું ઓપરેશન, દર્દીનો બચાવાયો પગ

થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘૂંટીનું સફળ ઓપરેશન થયું હોય તેવો પ્રથમ કિસ્સો

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 05:59 PM
Youth operated through three d printing technology in Vadodara

વડોદરા: સાત માસ પૂર્વે ભયંકર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા છોટાઉદેપુર જિલ્લાના ગુડા ગામના યુવાન સુરતાન રાઠવાના જમણા પગની ઘૂંટીનું હાડકું બહાર નીકળી ગયું હતું. પગ કાપવો પડે તેવી સ્થિતી હતી. પરંતુ, વડોદરાના ઓર્થોપેડિક સર્જને જેતે સમયે એક પગ કાપવાની વાતથી નાસીપાસ થઇ ગયેલા આદિવાસી યુવાનની ઘુંટીનું થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીની મદદથી ઓપરેશન કરીને પગ બચાવી લીધો છે. નોંધનીય બાબત એ છે કે, થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘૂંટીનું સફળ ઓપરેશન થયું હોય તેવો પ્રથમ કિસ્સો છે.


ગુડ ગામના યુવાનનો બોલેરો જીપ સાથે થયો હતો અકસ્માત

ગુડા ગામમાં ખેતી અને પરચૂરણ સામાન વેચવાની દુકાન ધરાવતો સુરતાન ગોપલાભાઇ રાઠવા (ઉં.વ.32) ગત તા.14-3-018ના રોજ પોતાની મોટર સાઇકલ લઇને જામલી રોડ ઉપરથી સાંજના સમયે પસાર થઇ રહ્યો હતો. તે સમયે બોલેરો જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરતાન રાઠવાના જમણા પગમાં સાથળ, ઘૂંટણની નીચે અને પગના તળીયા પાસેની ઘૂંટીમાં ભયંકર ફેક્ચર થયું હતું. પગના તળીયા પાસેની પગની ઘૂંટીનું તો હાડકુ નીકળીને રોડ ઉપર પડી ગયું હતું.

થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીની મદદથી કરાયું સફળ ઓપરેશન

ગંભીર અકસ્માતનો ભોગ બનેલા સુરતના રાઠવાને પ્રાથમિક સારવાર ઝોઝ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવી હતી. જ્યાંથી બોડેલી ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, પગને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેણે તુરતજ શનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના સાથળ અને ઘૂંટણની નીચેના ભાગના બે ઓપરેશન બાદ ઓર્થોપેડિક સર્જન ડો. રાજીવ શાહે તેની ઘૂંટીનું થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીની મદદથી સફળ ઓપરેશન કર્યું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, એક તબક્કે દર્દીનો પગ કાપી નાખવો પડે તેવી સ્થિતિનું થયું હતું નિર્માણ...

Youth operated through three d printing technology in Vadodara

એક તબક્કે દર્દીનો પગ કાપી નાખવો પડે તેવી સ્થિતિનું થયું હતું નિર્માણ


ઓર્થોપેડિક સર્જન ડો. રાજીવ શાહે થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજી ઓપરેશન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, માનવીના પગની ઘૂંટીની વચ્ચેના ભાગમાં આવેલ અને ટેલસ બોન (ઘૂંટીનું હાડકુ) તરીકે ઓળખાતા હાડકાંને કાયમી ગંભીર નુકશાન થાય પછી, દર્દીના પગનો પંજાનો કાયમી ધોરણે 90 ટકાના અંશ ઉપર અક્કડ થયેલો રહી જાય. અથવા તો દર્દીનો પગ ઘૂંટણ નીચેથી કાપી નાંખવો પડે. મારી હોસ્પિટલમાં આવેલા સુરતાનનો પગ પણ કાપવો પડે તેવીજ સ્થિતી હતી.


હાડકું ગુમાવી બેઠેલા દર્દી માટે કરાયો થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ


તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ મેડિકલ ક્ષેત્રે થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ માનવીય અંગોના અમુક હિસ્સાને ટાઇટેનિયમ ધાતુમાંથી બનાવીને તેનું પ્રત્યાર્પણ કરવાની પધ્ધતિ માટે કરાય છે. પરંતુ, આ ટેકનોલોજીનો ઉપયોગ હાડકું ગુમાવી બેઠેલા દર્દી માટે ક્યારેય કરાયો ન હતો. જે ટેકનોલોજીનો ઉપયોગ સુરતાનના પગની ટેલસ બોન (ઘૂંટીનું હાડકું)ની સર્જરી માટે કરવામાં આવ્યો છે.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, થ્રીડી ટેકનોલોજીથી થયેલી આ સર્જરી દેશમાં સૌ પ્રથમ વડોદરામાં કરાઈ 

Youth operated through three d printing technology in Vadodara

થ્રીડી ટેકનોલોજીથી થયેલી આ સર્જરી દેશમાં સૌ પ્રથમ વડોદરામાં કરાઈ

 
તેમણે ઉમેર્યું હતું કે, આ સર્જરી માટે ટાયટેનિયમ ધાતુમાંથી ટેલસ બોન બનાવડાવ્યું હતું. પરંતુ, આ ટેલસ બોન બનાવવા માટે સુરતાનનું જે હાડકું અકસ્માત સમયે રોડ ઉપર પડ્યું હતું. તે મંગાવવામાં આવ્યું હતું. અને તે ઓરીજનલ હાડકાંના આકારનું ટાયટેનિયમ ધાતુમાંથી ટેલસ બોન બનાવીને સુરતાનની ઘૂંટીમાં નાંખવામાં આવ્યું છે. આ સર્જરી બે કલાક ચાલી હતી. થ્રીડી ટેકનોલોજીની દ્વારા કરવામાં આવેલી આ સર્જરી દેશમાં પ્રથમ વડોદરામાં કરવામાં આવી છે.


ઓપરેશન સફળ રહેવાના કારણે સુરતાન જાતે કરી શકશે ખેતી


ગંભીર અકસ્માતનો ભોગ બનેલ સુરતાન રાઠવા તેનો પગ બચી જતાં ખૂશ છે. તેણે જણાવ્યું હતું કે, હવે હું મારા ખેતરનું કામ જાતે કરી શકીશ. અને મારા પરિવારનું ગુજરાન ચલાવીશ. જો મારો પગ કપાઇ ગયો હોત તો જિંદગી જીવવી મુશ્કેલ થઇ ગઇ હોત. લોકોના ભરોસે મારે જિંદગી જીવવાનો વખત આવ્યો હોત. પરંતુ, ઓર્થોપેડિક સર્જન ડો. રાજીવ શાહે મારો પગ કપાતા બચાવી લીધો છે.

X
Youth operated through three d printing technology in Vadodara
Youth operated through three d printing technology in Vadodara
Youth operated through three d printing technology in Vadodara
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App