તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાના યુવાને એકલવાયી જિંદગીથી કટાળી ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: પિતાનું અવસાન થયા બાદ માતાએ પરપુરૂષ સાથે લગ્ન કરી લીધા બાદ એકલવાયી જિંદગી જીવી રહેલા યુવાને ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હોવાની ઘટના શહેરમાં બની છે. નવાયાર્ડ લાલપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી છે.

 
પ્લાસ્ટીકની દોરીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી 

 

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના નવાયાર્ડ વિસ્તારમાં લાલપુરા મોહન માસ્તરના કમ્પાઉન્ડમાં રહેતા દિવ્યેશ ઉર્ફ સંજુ વસંતભાઇ ડાભી (ઉં.વ.35) એ ગુરૂવારે બપોરે પોતાના મકાનમાં છતની હુક ઉપર પ્લાસ્ટીકની દોરીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.

 

પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ એકલો થઈ ગયો હતો દિવ્યેશ

 

આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી માહિતી મળી હતી કે, દિવ્યેશ ઉર્ફ સંજુ ડાભીના પિતાનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ તેની માતાએ અન્ય પુરૂષ સાથે લગ્ન કરી લીધા હતા. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ અને માતા બીજા લગ્ન કરીને ચાલી જતાં દિવ્યેશ એકલો પડી ગયો હતો.

 

સારી નોકરી ન હોવાને કારણે નાસીપાસ થયો હતો દિવ્યેશ

 

એકલવાયી જિંદગી પસાર ન થતાં દિવ્યેશ તેના કાકાના ઘરે પણ રહેતો હતો. પરંતુ, તેનું મન માનતું ન હતું. તેને નોકરી પણ સારી મળતી ન હોવાથી તે નાસીપાસ થઇ ગયો હતો. નોકરી ન હોવાના કારણે તેના માટે લગ્ન કરવું પણ મુશ્કેલ હતું. આ તમામ કારણોસર તેણે ગુરૂવારે બપોરે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  આ બનાવે નવાયાર્ડ લાલપુરા વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...