ભાજપી સાંસદ મનસુખ વસાવાએ સ્વચ્છતા અંગે કહ્યું 'પોટલીઓ ભલે પીવો પણ કોથળીઓ વ્યવસ્થિત જગ્યાએ નાંખો'

ભરૂચમાં યોજાયેલા સ્વચ્છતા કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ આપ્યું હતું નિવેદન

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 05:21 PM

વડોદરાઃ ભરૂચ શહેરના કસક વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્લાસ્ટીકની પોટલીઓ મળી આવતાં સાંસદ મનસુખ વસાવાએ પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીવું જોઇએ તેવી ટીપ્પણી કરી હતી. એક તરફ રાજય સરકાર દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવી રહી છે તો બીજી તરફ ભાજપના સાંસદને લોકો દારૂ પીવે તેની સામે કોઇ વાંધો ન હોવાનું ફલિત થયું છે. સાંસદની ટીપ્પણીનો વીડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયો હતો.

ભરૂચના કસક વિસ્તારમાં સફાઇ દરમિયાન પ્લાસ્ટિકની પોટલીઓ મળી


સ્વચ્છતા અભિયાન અંતર્ગત શનિવારે ભરૂચ નગરપાલિકા દ્વારા તમામ 11 વોર્ડમાં સફાઇનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કસકના સ્લમ વિસ્તારમાં સફાઇ માટે સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો પહોંચી ગયાં હતાં. તેઓ સફાઇ કરી રહયાં હતાં દરમિયાન ઝાડી ઝાંખરા નજીકથી પ્લાસ્ટીકની પોટલી જેવી લાગતી થેલીઓ મળી આવી હતી. આ જોઇને સાંસદ મનસુખ વસાવાએ ટીપ્પણી કરી હતી કે, પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ. તેમની આ ટીપ્પણીનો વીડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયો હતો. એક તરફ રાજયની ભાજપ સરકાર દારૂબંધીના કાયદાના કડક અમલ માટે વિવિધ પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ ભાજપના સાંસદને જ લોકો દારૂ પીએ તેની સામે વાંધો ન હોવાનું ફલિત થયું છે.

સાંસદનો સોશિલયલ મીડીયામાં ખુલાસો


સાંસદ મનસુખ વસાવાએ તેમના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે કે, આજરોજ 15-09-2018એ ભરૂચ નગરપાલિકા દ્વારા જિલ્લાના આગેવાનો, કોર્પોરેટરો તેમજ ભાજપના સક્રિય કાર્યકતા અને અધિકારીઓ શ્રમદાનના કાર્યક્રમમાં જોડાયા હતાં. સ્થળ પર પાણી પીવાના પ્લાસ્ટીકના પાઉચ વધુ પ્રમાણમાં જોવા મળતાં મે પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત નિકાલ કરવો જોઇએ એ પ્રમાણેની ટકોર કરી હતી પણ તેને ખોટી રીતે લેવામાં આવ્યું છે જે ખોટું છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App