તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ કોટી પહેરીને સાત વખત બન્યા છે MLA, આવુ છે ચમત્કારી કોટીનું રહસ્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ મંત્રીઓ અને અધિકારીઓથી નારાજ થઇને ગુપ્ત મિટીંગ કરનારા ત્રણ ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવ્યુ છે. જોકે માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ ડેપ્યુટી સીએમને મળવા ગાંધીનગર નહીં જાય. બે વખત વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હારી ચૂકેલા માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ ગત વિધાનસભાની ચૂંટણીમાં સતત સાતમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સાવલીવાળા સ્વામીજીએ ભેટ આપેલી છીંકણી કલરની કોટી અને કેસરી ટોપી યોગેશ પટેલની સફળતાનું રહસ્ય છે. 1990માં સ્વામીજીએ કોટી અને ટોપી ભેટ આપતા યોગેશ પટેલને કહ્યું હતું કે, આજ તક તુમ નેતા નહીં થે, આજ સે તુમ નેતા હો. 

 

 

એક જ કોટી પહેરીને સાતમી વખત બન્યા MLA

 

14 ડિસેમ્બર 2017ના રોજ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંજલપુર બેઠક ઉપરથી 56,362 હજાર મતથી ચૂંટાઇ આવેલા ભાજપાના યોગેશ પટેલે divyabhaskar.comને તેમની વિધાનસભામાં સતત સાતમી વખત જીતનું રહસ્ય જણાવ્યું હતું. ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, પહેલાં મારો ફરાસખાનાનો વ્યવસાય હતો. વર્ષ-1974 પછી હું પૂ. સ્વામીજીના સંપર્કમાં આવ્યો હતો. ત્યારથી હું સાવલીવાળા સ્વામીજીને હું ગુરૂ માનતો હતો. સ્વામીજી સાવલીમાં ભીમનાથ મહાદેવ મંદિર અને હાલોલ ખાતે આવેલ ધાબાડુંગરી ખાતે મહાશિવરાત્રી અને દશેરાની ધામધૂમથી ઉજવણી કરતા હતા. આ બંને પર્વમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. અને ઉત્સાહભેર સ્વામીના સાનિધ્યમાં ઉત્સવ મનાવતા હતા.

 

યોગેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, હું વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હારી જતો, ત્યારે સ્વામીજી મારી મશ્કરી કરતા હતા. અને મને કહેતા કે, નેતા બનને નીકલા થા.

ડિસેમ્બર-1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી. ચૂંટણી પહેલાની દશેરાની ઉજવણી માટે સાવલી ભીમનાથ મહાદેવના હોલમાં ભવ્ય સ્ટેજ બનાવવાની જવાબદારી મને સોંપી હતી. સ્ટેજ બની ગયા બાદ સ્વામીજી સ્ટેજ જોવા આવ્યા હતા. તેમને સ્ટેજ ખૂબજ પસંદ પડી ગયું હતું. 

 

આગળની સ્લાઇડમાં વાંચો....ઝુપડીમાં રહેતા સ્વામીજીએ આપી હતી કોટી અને ટોપી....સ્વામીજીની કોટીએ ધારાસભ્યને ભૂત-પ્રેતથી પણ બચાવ્યા..