તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન બાદ પતિના પ્રેમસંબંધનો ભાંડો ફૂટતાં પત્નીનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: લગ્ન કર્યા બાદ પાડોશમાં રહેતી યુવતી સાથે પરિણીત યુવકે પ્રેમસંબંધ બાંધ્યા અને પત્નીને અવારનવાર મારઝૂડ કરી ત્રાસ આપતો હતો. જોકે પરિણીતાને  લાગી આવતાં તેણીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.


છાણી જકાત નાકા ટી.પી 13ના મહર્ષિ શોપિંગ સેન્ટરમાં રહેતા મહેશ દેવાભાઇ નલવાયાનાં લગ્ન દાહોદ ખાતે રહેતી યુવતી સાથે બે વર્ષ અગાઉ થયાં હતાં. મહેશને પાડોશમાં રહેતી એક યુવતી સાથે  પ્રેમસંબંધો બંધાયા હતા. મહેશને પાડોશમાં રહેતી યુવતી વચ્ચે આડા સંબંધો હોવાની જાણ તેની પત્નીને થઇ જતા તેણીએ તેના પિયરમાં જાણ કરી હતી. પરિણીતાના ભાઇ અને તેના પિતાએ આ અંગે મહેશ સાથે વાતચીત પણ કરી હતી.


આખરે મહેશના મોબાઇલમાં વોટ્સઅેપ પર પ્રેમિકા સાથે કરેલી વાતચીત પત્નીના હાથે લાગી જતાં તેણે પોતાના ભાઇને જાણ કરી હતી. મહેશના પાડોશમાં રહેતી યુવતી સાથે આડા સંબંધો અંગે પત્નીએ કહેતાં તું મરી કેમ નથી જતી કહી તેણીને માર માર્યો હતો. જે વાતે પરિણીતાને લાગી આવતાં તેણે ગત 25 મેના રોજ ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના પિતાએ મહેશ દેવાભાઇ નલવાયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.  બનાવને પગલે ફતેગંજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...