Home » Madhya Gujarat » Latest News » Vadodara City » When I was in Congress, we were doing corruption: Bawan Bharwad

હું કોંગ્રેસમાં હતો ત્યારે અમે પણ પૈસા ખાતા હતા: ભવાન ભરવાડ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:30 AM

આદિવાસીઓનાં નાણાં નેતાઓ ખિસ્સામાં મૂકતા હોવાની વાત કરી કોંગ્રેસના ભ્રષ્ટાચારની પોલ ખોલી

  • When I was in Congress, we were doing corruption: Bawan Bharwad

    પાવી જેતપુર: પાવી જેતપુર ખાતે યોજાયેલી આદિવાસી દિવસની ઉજવણી માં ઘેટાં અને ઉન વિકાસ નિગમના ચેરમેને પોતે જ્યારે કોંગ્રેસમાં હતા તે સમયે આદિવાસીની સહીઓ કરાવી આદિવાસીઓનાં નાણાં નેતાઓ ખિસ્સામાં મૂકતા હોવાની વાત કરી કોંગ્રેસના ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ઘેટાં અને ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાન ભરવાડે આદિવાસીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘હાલની મોદી સરકારે ગરીબ અને આદિવાસીઓ વિકાસ માટે રૂ. ૮૨ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

    પાવીજેતપુરમાં ઊન નિગમના ચેરમેનનો બફાટ

    નરેન્દ્રભાઈ મોદી જ્યારથી આવ્યા ત્યારથી આદિવાસી દિવસની ઉજવણી થાય છે અને આદિવાસીઓના આજે હક્કો છે પાણી મફત આપવું, લાઇટ મફત આપવી, ભણતર મફત આપવું, આ બધા કાયદા પહેલાં હતા ત્યારે હું પણ એમની જોડે કોંગ્રેસમાં હતો. હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારે તમને કોઈને ખબર નહોતા પડવા દેતા, બારોબાર ખાઇ જતા હતા. તમારા નામની અહીંયાં આગળ સહીઓ કરી આપો કહીને તમને 10 હજાર મળે. એમાંથી 2 હજાર તમને આપે અને તેમાંથી 5 હજાર ખિસ્સામાં મૂકવામાં આવતા હતા, એવું હતું.’ આમ વિવાદિત નિવેદન કર્યું હતું અને કોંગ્રેસનો ભ્રષ્ટાચારી ચહેરો ખુલ્લો પાડ્યો હતો. પોતે પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેમ જાહેરમાં કબૂલાત કરી હતી.


    કાર્યક્રમમાં રામસિંગ રાઠવાએ હિન્દુત્વનું કાર્ડ ખેલતાં કહ્યું હતું કે દેશ તેરે ટુકડે હોંગે હજાર... ઇનશાહ અલ્લાહ, ઇનશાહ અલ્લાહ કહેનારા લોકો આપણને હિન્દુ નથી એમ કહે છે અને આદિવાસીઓમાં ભાગલા પડાવે છે. આની પ્રતિક્રિયા આપતાં પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ જણાવ્યું કે આદિવાસીઓનો હિન્દુ ધર્મ નથી પરંતુ હિન્દુ સંસ્કૃતિને આહિવાસી સમાજે અપનાવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે રામસિંગ રાઠવા જે બોલ્યા છે એ તેઓનું નહીં પરંતુ પાર્ટીનું નિવેદન છે. આદિવાસી સમાજના હિન્દુ ધર્મ પ્રત્યેનાં અલગ અલગ નિવેદનથી મામલો ગરમાયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending