વડોદરામાં 2 હાથી અને 101 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને શ્રીજીને અાવકાર્યા

શહેરીજનો ભક્તિભાવપૂર્વક ગણેશપૂજા કરીને દુંડાળા દેવને રીઝવવા માટેના પ્રયાસો કરશે

Bhaskar news

Bhaskar news

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 12:53 AM
2 હાથી અને 101 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને શ્રીજીને અાવકાર્યા
2 હાથી અને 101 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને શ્રીજીને અાવકાર્યા

વડોદરા: વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ ખાતેના મંડળ દ્વારા 32 કીલો માટીની ઇકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા સ્થપાશે. આ પ્રતિમાની બે હાથી અને 101 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને ભવ્ય સવારી કાઢવામાં આવી હતી. ગુરુવારથી શહેરના મોંઘેરા મહેમાન ગણેશજીનું આગમન થશે. શહેરીજનો ભક્તિભાવપૂર્વક ગણેશપૂજા કરીને દુંડાળા દેવને રીઝવવા માટેના પ્રયાસો કરશે. છેલ્લા કેટલાય સમયથી શહેરમાં લોકજાગૃતિના પગલે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના સ્થાને માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓએ સ્થાન લીધું છે જેના કારણે આ વર્ષે વિવિધ મંડળો અને ઘરે ગણપતિની સ્થાપના કરતા લોકોએ મળીને કુલ 10000થી વધુ માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરશે.

માટીની મૂર્તિઓ બનાવીને 22 લાખ કમાયા


માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાન દ્વારા વડોદરા શહેર તેમજ જિલ્લાના 60 જેટલા કારરીગરો દ્વારા બનાવવામાં આવેલ 1થી 5 ફૂટની 2500 જેટલી મૂર્તિઓનું શહેરના પારસી અગિયારી મેદાન ખાતે યોજાયેલ પ્રદર્શનમાં વેચાણ કરવામાં આવ્યું છે આ મૂર્તિઓના વેચાણથી શહેર-જિલ્લાના આ 60 કારીગરોને 22 લાખ જેટલી રકમની આવક થઇ છે.

X
2 હાથી અને 101 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને શ્રીજીને અાવકાર્યા2 હાથી અને 101 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને શ્રીજીને અાવકાર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App