રોગચાળો / સ્વાઇન ફ્લૂના મુદ્દે VMCની સામાન્ય સભા તોફાની બની, વિપક્ષે શાસક પક્ષ સામે કર્યાં આક્ષેપો

VMC general meeting Swoosh on issue of swine flu in vadodara
X
VMC general meeting Swoosh on issue of swine flu in vadodara

  • વડોદરાના અનેક વિસ્તારોમાં દુષિત પાણી આવતું હોવાનું કાઉન્સિલર્સની રજૂઆત
  • દંતેશ્વરના લોકોને જંત્રી કરતા બમણી રકમ ચૂકવીને તેઓની જમીન સંપાદન કરાશે
     

DivyaBhaskar.com

Feb 11, 2019, 06:35 PM IST
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં આજે મેયરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં વડોદરા શહેરમાં ફાટી નીકળેલા રોગચાળાને ડામવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનો વિપક્ષે આક્ષેપ મૂકતા સભા તોફાની બની હતી. શાસક પક્ષના સભ્યો વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપ સામે બચાવમાં ઉતરી પડતા વિવાદ સર્જાયો હતો. વિપક્ષે સભામાં સ્વાઇન ફ્લૂમાં 12 લોકો, ડેંગ્યુથી 6 લોકોના મોત નીપજ્યાં હોવાના આંકડા રજૂ કર્યા હતા. આ સાથે પ્રતિદિન 50 જેટલા લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા હોવાની રજૂઆત કરી હતી.
1. કોર્પોરેશને રોગચાળાનો સર્વે ન કર્યો હોવાથી સ્વાઇન ફ્લૂ વકર્યો
વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના ચંદ્રકાંત શ્રીવાસ્તવે(ભથ્થુ) જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ માસમાં વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂ, ડેંગ્યુ અને ચિકન ગુનીયાએ માઝા મૂકી છે. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર રોગચાળાને ડામવામાં ધરાર નિષ્ફળ ગયું છે. કોર્પોરેશન દ્વારા રોગચાળા અંગે સર્વે ન કરવામાં આવતા સ્વાઇન ફ્લૂના કેસો આ વખતે વધ્યા છે. 
2. પાછલા વર્ષોની સરખાણી કરતા રોગચાળાનું પ્રમાણ ઓછું છે
વિપક્ષી નેતના આક્ષેપો અંગે મેયર જિગીષા શેઠે જણાવ્યું કે, સ્વાઇન ફ્લૂ વાયરસ છે. જ્યારે ડેંગ્યુ અને ચિકન ગુનીયા ઋતુજન્ય રોગ છે. પાછલા વર્ષોની સરખાણી કરતા આ વર્ષો રોગચાળાનું પ્રમાણ ઓછું છે. ભાજપાના કાઉન્સિલર ડો. રાજેશ શાહે મેયરના જવાબને સમર્થન આપતા જણાવ્યું કે, પાછલા વર્ષોની સરખામણી શહેરમાં રોગચાળો ઓછો છે. કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. રોગચાળા મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષ આમને-સામને આવી ગયો હતો.
3. કોંગ્રેસના કાઉન્સિલર દુષિત પાણી ભરેલી બોટલો સાથે સભામાં હાજર રહ્યા
કોંગ્રેસના કાઉન્સિલર ફરીદ કટપીસવાળા દુષિત પાણી ભરેલી બોટલો સાથે સભામાં હાજર રહ્યા હતા. અને તેઓના ફતેપુરા, રાણાવાસ, મીઠા ફળીયા, સૈયદવાડા સહિત વિવિધ વિસ્તારોમાં
દુષિત પાણી આવતું હોવાની રજૂઆત કરી હતી. તેઓએ અધ્યક્ષને બેહાથ જોડીને પાણી જેવી પ્રાથમિક સુવિધા પાડવા માટે વિનંતી કરી હતી. 
4. જમીન સંપાદન મુદ્દે વિવાદ થવાની શક્યતા
આજે મળેલી સામાન્ય સભામાં દંતેશ્વર ગામથી ચિત્રાનગર સુધીનો મંજૂર કરાયેલ 18 મીટર રોડ ઉપરના દબાણો જંત્રી કરતા બમણી રકમ ચૂકવીને જમીન સંપાદન કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે, દંતેશ્વરના લોકો વળતર માટે કોર્ટમાં ગયા હતા. જે કોર્ટેના હુકમના આધારે કોર્પોરેશનને વળતર ચૂકવીને જમીન સંપાદન કરવાની ફરજ પડી છે. પરંતુ, કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીના રસ્તા રેષામાં આવતા દબાણો કોઇ પણ જાતના વળતર વિના જમીન સંપાદન કરી હોવાથી આવનારા દિવસોમાં વિવાદ થવાની શક્યતાઓને નકારી શકાય નહીં. આ અંગે આર.એસ.પી.ના કાઉન્સિલર રાજેશ આયરેએ જણાવ્યું કે, જે લોકોના ઝૂંપડા દૂર કરવામાં આવ્યા છે. તે લોકોને નિયમીત ભાડૂ ચૂકવવા રજૂઆત કરી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી