વડોદરા / CBIના વર્માની વિદાયથી સાંડેસરા બંધુની ઘરવાપસીની શક્યતા, બેંક લોન ચુકવી શકે છે

Verma departure can lead to the resentment of Sandesara Bandhu
X
Verma departure can lead to the resentment of Sandesara Bandhu

DivyaBhaskar.com

Jan 12, 2019, 11:30 PM IST

વડોદરાઃ CBI ડાયરેક્ટર આલોક વર્મના રાજીનામા પછી  સ્ટર્લિંગ બાયોટેકના સાંડેસરા બંધુઓ ભારત પરત ફરે તેવી શક્યતાઓ વધી ગઈ છે. કારણ કે આલોક વર્મા અને  CBIના સ્પેશિયલ ડાયરેક્ટર અસ્થાના વચ્ચેની આક્ષેપબાજી વર્માના રાજીનામા બાદ અંત આવ્યો છે અને આસ્થાના સાથેના સાંડેસરા બંધુના સારા સંબંધોને કારણે બેંકો સાથે સમાધાન થવાની શક્યતા વધી ગઈ છે.

 

1. આવતા સપ્તાહમાં સ્ટર્લિંગ બાયોટેકની મિટીંગ યોજાશે
સ્ટર્લિંગ ગૃપના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિતીન સાંડેસરા, કેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને હિતેષ પટેલ ભારત પરત ફરી બેંકોમાં બાકી 3000 હજાર કરોડ રૂપિયા પરત કરશે. આવતા અઠવાડિયે યોજાનારી સ્ટર્લિંગ ગૃપની મિટીંગમાં પણ આ મુદ્દે ચર્ચાઓ થવાની છે. મહંદ અંશે તો બેંકની બધી ડિફોલ્ટ ભરવાનું કોકડું પણ ઉકેલાય જાય તેવી ચર્ચા થઈ રહી છે.
2. સ્ટર્લિંગ બાયોટેકના તમામ કર્મચારીનો પગાર રેગ્યુલર થાય છે
હાલમાં સાંડેસરા બંધુઓની ગેરહાજરીમાં પણ બધી જ કંપનીઓ યોગ્ય રીતે ચાલી રહી છે.તમામ કર્મચારીઓને પગાર પણ યોગ્ય સમયે થઈ રહ્યા છે આ જોતા એ વાત વધુ પ્રબળ બને છે કે સાંડેસરા બંધુ બેંકોને પૈસા તો આપી દેશે.  
3. CBIના અસ્થાનાની દિકરીના લગ્નનો ખર્ચ સાંડેસરાએ કર્યો હતો
રાકેશ અસ્થાના જ્યારે વડોદરા શહેરના કમિશનર હતા ત્યારે સાંડેસરા સાથે નિકટ સંબંધો બંધાયા હતા. માત્ર એટલું જ નહીં અસ્થાનાની દિકરીના લગ્નનો અંદાજે 5 કરોડનો ખર્ચ પણ સાંડેસરા બંધુએ ઉપાડ્યો હતો એવી ચર્ચા પણ ચાલી હતી. સાંડેસરાની એક લાલ ડાયરીમાં આ રૂપિયા RAના કોડવર્ડથી ઉઘારાયેલા છે એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી