વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાનો કેસમાં વિનુનું બેશરમ નિવેદન : મને પ્રેમ થઇ ગયો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: ધો.12ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર જય ટ્યૂશન ક્લાસના સંચાલક વિનુ કાતરિયાએ પોલીસ પૂછપરછ દરમિયાન પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને વિદ્યાર્થિની સાથે પ્રેમ થઇ ગયો હતો અને ત્રણ મહિના દરમિયાન તેણે અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું.નિવેદનમાં શિક્ષકે બેશરમીપૂર્વક વિદ્યાર્થિનીને પણ તેની સાથે પ્રેમ થઇ ગયો હોવાનું લખાવ્યું હતું. 

 

પોલીસે આજે શિક્ષકના નિવાસસ્થાને તેમજ તેણે જે જગ્યાએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું તે પાદરા અને અમદાવાદની હોટલમાં જઇને પંચનામું કર્યું હતું. તેમજ કારમાં પણ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હોવાથી શિક્ષકની કાર પોલીસે કબજે કરી હતી. વિનુએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ ઓગસ્ટ 2017માં તેના જય ટ્યૂશન ક્લાસમાં એડમિશન લીધું હતું. તે સમયે કામિની (નામ બદલ્યું છે) સાથે મિત્રતા કરવાના બહાને  એક યુવક હેરાન કરતો હતો. જેને ઠપકો આપતા હેરાન કરવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ વિદ્યાર્થિની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

 

પિતાને જોઇ ત્રણ વર્ષની બાળકી બોલી પપ્પા સાથે જઉં છું

 

પોલીસ આજે વિનુ કાતરિયાને સાથે રાખી તેના ઘરે ગઇ હતી. પોલીસે ઘરમાં પંચનામું કર્યું હતું. પંચનામું કર્યા બાદ વિનુને જીપમાં બેસાડી પોલીસ પરત જઇ રહી હતી તે સમયે તેની ત્રણ વર્ષની પુત્રીએ ‘મારે પપ્પા સાથે જવું છે’ તેમ જણાવ્યું હતું.

 

પોલીસ આવી ત્યારે ખબર પડી: પત્ની

 

દુષ્કર્મના બનાવ સંદર્ભે કાતરિયાની પત્નીએ જણાવ્યું હતું કે, હું આ વિષયમાં કશું જ જાણતી નથી. મારી ત્રણ વર્ષની દીકરી છે. આખો સમય મારો તેની પાછળ જ નિકળી જાય છે. પોલીસ જે દિવસે ઘરે આવી ત્યારે ઘટનાની જાણ થઇ હતી.

 

એલમ્બિક સ્કૂલનો શિક્ષક આખરે સસ્પેન્ડ

 

એલમ્બિક સ્કૂલના શિક્ષક વિનુ કાતરીયાને ફરજ મોકુફ કરવા માટેનો ઠરાવ સ્કૂલના મંડળ દ્વારા ડીઇઓ કચેરીને મોકલી આપવામાં આવ્યો હતો જેના આધારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.  આ ઉપરાંત શિક્ષક સામે ખાતાકીય તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. 

 

વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં...