અકસ્માત / વડોદરા પાસે જીપ-બાઈક વચ્ચેની ટક્કરમાં બે ભાઈઓના મોત

DivyaBhaskar.com | Updated - Jan 12, 2019, 07:21 PM
  X

  • બંને પિતરાઈ ભાઈ રોજ એક જ બાઈક પર નોકરી જતા હતા
  • બાઈક ચાલકે હેલમટે પહેર્યું હતું પણ ભયાનક ટક્કરે જીવ લીધો
  • એક ભાઈનું ઘટનાસ્થળે જ મોત તો બીજાનું હોસ્પિટલમા મોત

  વડોદરા: સાવલી-પોઈચા રોડ પર બાઈક અને જીપ વચ્ચે અકસ્માત થતા બે પિતરાઈ ભાઈઓના મોત થયા હતા. બાઈક ચાલકે હેલમેટ પહેર્યું હતું પણ ટક્કર એટલી ભયાનક હતી કે બચી ન શક્યા. 

  મૃતક ભાઈઓના નામ
  1.1. મહેન્દ્રસિંહ ચાવડા (ઉંમર- 30 વર્ષ)
  2. જગદીશસિંહ ચાવડા (ઉંમર- 42 વર્ષ)
  બંને એક સાથે નોકરી જતા
  2.આણંદના અહીમા ગામમાં રહેતા મહેન્દ્રસિંહ અને જગદીશસિંહ સાવલી તાલુકાના મંજુસર GIDC સ્થિત ABB કંપનીમાં નોકરી કરતા હતા. બંને ભાઇ રોજ એકજ બાઈક ઉપર નોકરી જતા અને સાથે પરત ફરતા હતા. આજે સવારે 6 વાગે આહીમા ગામથી તેઓ નોકરી જવા માટે નીકળ્યા હતા. સાવલી-પોઇચા રોડ ઉપર બાલાનાપુરા ગામ પાસેથી પસાર થતા હતા. ત્યારે પૂરપાટ ઝડપથી આવતી તુફાન ગાડીએ બાઈકને ટક્કર મારતા બંને ભાઈ ફંગોળાઈ ગયા હતા.
  જીપચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ
  3.આ બનાવની જાણ મહેન્દ્રસિંહ ચાવડાના પિતા તેમજ સાવલી તાલુકાના રાણીયા ગામે આવેલી તેની સાસરીમાં થતાં પિતા અને સાસરીયાઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોને મહેન્દ્રસિંહ અને જગદીશસિંહ બંનેના મોત થયા હોવાની જાણ થતાં, તેઓના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. ગિરીશસિંહ ચાવડાએ તુફાન ગાડીના ચાલક સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App