વડોદરા / આ પાર્કમાં મારો અધિકાર છે, મારી પાસે ટિકીટ કેમ માંગો છો?: કોંગ્રેસી કોર્પોરેટર

divyabhaskar.com | Updated - Mar 16, 2019, 07:19 PM

  • કોર્પોરેટરે પાર્કમાં કરોડો રૂપિયાનું કૌંભાડ થયું હોવાનો આક્ષેપ કર્યો 
  • સરકારે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું અને વહીવટ ખાનગી કંપનીને આપી દીધો

વડોદરા: શહેરની નજીક વડોદરા મહાનગર સેવા સદનની માલિકીની 1000 સ્કવેર ફૂટ જગ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે આતાપી વન્ડરલેન્ડ પાર્ક બનાવ્યો છે. આજે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અમી રાવત આ વન્ડરલેન્ડ પાર્કની મુલાકાતે ગયા હતા. પરંતુ તેમની પાસે ટિકિટ માંગતા હોબાળો થયો હતો. જેને પગલે કાઉન્સિલર અને સંચાલકો વચ્ચે ઝરેલી ચકમકનો વિડીયો વાઈરલ થયો છે. ટિકિટ માંગનાર સંચાલકોને અમી રાવતે જણાવ્યું કે, હું કાઉન્સિલર છું. કોર્પોરેશનની ટ્રસ્ટી છું. આ પાર્કમાં મારો અધિકાર છે. મારી પાસે ટિકીટ કેમ માંગો છો?

કાઉન્સિલર હોય કે કોઇપણ હોય ટિકિટ તો લેવી જ પડશે
બીજી તરફ સંચાલકોએ અમી રાવતને જવાબ આપ્યો કે, આ પાર્ક અમારી માલિકીનો છે. આ પાર્ક પીપીપી(પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ)ના ધોરણે બનાવ્યો છે. તમે કાઉન્સિલર હોય કે કોઇપણ હોય ટિકિટ તો લેવી જ પડશે. તેમ જણાવતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં કાઉન્સિલર અને તેમના પતિ પરત આવી ગયા હતા.

છેલ્લા બે મહિનાથી પાર્કની એગ્રીમેન્ટ સહિતની માહિતી ન આપી
કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવત છેલ્લા બે માસથી આતાપી વન્ડરલેન્ડ પાર્કની કોર્પોરેશનના સંબધિત વિભાગ પાસે એગ્રીમેન્ટ સહિતની માહિતી માંગી રહ્યા છે. પરંતુ, કોર્પોરેશને માહિતી ન આપતા શુક્રવારે રાત્રે તેઓ પતિ નરેન્દ્ર રાવત સાથે આતાપી વન્ડરલેન્ડ પાર્ક ગયા હતા. જ્યાં સંચાલકોએ કાઉન્સિલરને ફન પાર્કમાં જતા અટકાવી તેમની પાસે ટિકિટ માંગતા હોબાળો થયો હતો.

કાઉન્સિલરનો ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનો આક્ષેપ

અમી રાવતે જણાવ્યું હતું કે, વડોદરા નજીક આજવા સરોવર પાસે ગાર્ડનની 1000 સ્કવેર ફૂટ જગ્યામાં આતાપી વેન્ડરલેન્ડ પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્કની જગ્યા કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવી છે. ગુજરાત ટુરીઝમ દ્વારા ગાર્ડનને ડેવલપ કરવા રૂપિયા 80 કરોડ આપવામાં આવ્યા છે. આમ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ ગાર્ડન ખાનગી કંપનીને વહીવટ કરવા માટે આપી દીધો છે. આ ખાનગી કંપની દ્વારા પ્રવાસીઓ પાસે રૂ.500થી રૂ.2500 સુધી ફી વસુલ કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App