ન્યૂઝીલેન્ડ આતંકી હુમલો / મિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત

DivyaBhaskar.com

Mar 16, 2019, 03:41 PM IST
Vadodara's father-son's death announced in New Zealand's terrorist attack

  • વડોદરાના રમીઝભાઈ ન્યૂઝીલેન્ડની ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં
  • આજે વડોદરામાં આતંકી હુમલાના મૃતકોની યાદમાં ખામોશ મુઝાહરા (મૌન પાળશે)

વડોદરાઃ શુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે મસ્જિદ પર થયેલાં આતંકવાદી હુમલાની ઘટનામાં 9 ભારતીય મિસિંગ જાહેર કરાયાં હતાં. જેમાંથી વડોદરાના રમીઝભાઈ વ્હોરા અને તેમના પિતા આરીફભાઈ વ્હોરાને આજે મૃત જાહેર કરવામાં આવ્યાં છે. 7 દિવસ પહેલાં જ રમીઝભાઈની પત્ની ખુશ્બુબહેને દિકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મથી ખુશખુશાલ પરિવારની ખુશીઓને આતંકવાદ ભરખી ગયો.

રમીઝભાઈ ન્યૂઝીલેન્ડની ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમની પત્ની ખૂશ્બુ ગર્ભવતી હોવાથી વડોદરામાં રહેતાં પિતા આરીફભાઈ અને માતા ન્યૂઝીલેન્ડ ગયાં હતાં. રમીઝભાઈને ક્યાં ખબર હતી કે દીકરીના જન્મની આ ખુશી માતમાં ફેલાઈ જશે, વહેલી સવારે પિતા-પુત્ર નમાઝ પઢવા ગયાને ગોળીબારમાં મૃત્યુ પામ્યા. જોકે તેમના સસરાં અને અન્ય પરિવાર જનો આજે ક્રાઈસ્ટચર્ચ જઈ મૃતદેહોને વડોદરા લાવશે.

રમીઝભાઈ 8 વર્ષથી ક્રાઈસ્ટચર્ચમાં સ્થાયી છે

વડોદરાના પાણીગેટ મેમણ કોલોની પાસે ધનાની પાર્કમાં રહેતા અને આરટીઓ તેમજ એલઆઇસીનું કામ કરતા આરીફભાઇ મહંમદભાઇ વ્હોરા ( ઉ.વ. 58)ના બે પુત્રો પૈકી મોટો પુત્ર ઓસ્ટ્રેલિયા છે. જ્યારે નાનો પુત્ર રમીઝ (ઉ.વ.28) ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે આઠ વર્ષથી સ્થાયી થયો છે.

વડોદરામાં મુસ્લિમ પરિવારો મૌન પાળશે

રમીઝભાઈ અને આરીફભાઈ આતંકી હુમાલામાં મોત થતાં વડોદરાના વ્હોરા સમાજમાં ગમગીની ફેલાઈ છે. આજે સાંજે 5.30 કલાકે નમાઝ બાદ મુઝાહરા (મૌન પાળશે) ઔર દુઆઈયા કાર્યક્રમ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ પરિવારો જોડાશે.

X
Vadodara's father-son's death announced in New Zealand's terrorist attack
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી