તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાની મહિલા એક્ટિવિસ્ટે રાજસ્થાનમાં ઊંટની તસ્કરીનો કર્યો પર્દાફાશ, 52 ઊંટને બચાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાની મહિલા એક્ટિવિસ્ટે રાજસ્થાનમાં ઊંટની તસ્કરીનો કર્યો પર્દાફાશ, 52 ઊંટને બચાવ્યા - Divya Bhaskar
વડોદરાની મહિલા એક્ટિવિસ્ટે રાજસ્થાનમાં ઊંટની તસ્કરીનો કર્યો પર્દાફાશ, 52 ઊંટને બચાવ્યા

વડોદરાઃ રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે મોટા પ્રમાણમાં ગૌ-વંશ કતલખાને લઇ જવાતું હોવાની બાતમી મળ્યા બાદ ચિત્તોડગઢ પહોંચેલી વડોદરાની એનજીઓ પ્રણાની ફાઉન્ડેશનની સ્થાપક નેહા પટેલે ઝડપેલી 3 ટ્રકમાંથી 52 ઊંટ મળતા ઉંટની તસ્કરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે ઊંટની તસ્કરીના ગુનામાં 6 શખ્સની ધરપકડ કરી હતી.

 

 

વડોદરાની મહિલા એક્ટિવિસ્ટે રાજસ્થાનમાં ઊંટની તસ્કરીનો પર્દાફાશ કર્યો

 

વડોદરાની પશુ સંરક્ષણ અને બચાવનું કાર્ય કરતી પ્રણાની ફાઉન્ડેશનના સ્થાપક નેહા પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ તેમને રાજસ્થાનના ચિત્તોડગઢ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગૌ-વંશ કતલખાને મોકલાય છે, તેવી બાતમી મળતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને મહેન્દ્રસિંગ રાજપુરોહીત, અભિષેક યાદવ તથા દેવ યાદવ સહિતના સ્થાનિક કાર્યકરોને સાથે રાખીને ઓછડી ટોલ નાકા પાસે પહોંચ્યા હતા અને વોચ ગોઠવી 2 ટ્રકની તપાસ કરતાં ટ્રકમાંથી ગૌ વંશના બદલે ક્રુરતાપૂર્વક બાંધી રખાયેલા 36 ઉંટ મળ્યા હતા. બંને ટ્રકમાં ખુબ જ ખરાબ હાલતમાં 18 ઊંટ બાંધીને રખાયા હતા અને મોટાભાગના ઉંટ ઘવાયેલા હતા. એક ઊંટનું તો મૃત્યું પણ થઇ ચૂક્યું હતું. ત્યાં જ નેહાને વધુ જાણકારી મળી હતી કે ઊંટ ભરેલી ટ્રક ટોલનાકાથી આગળ પસાર થઇ છે, જેથી તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરી આગળ હાઇવેથી 16 ઊંટ ભરેલી વધુ એક ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે ઊંટની તસ્કરી કરીને મધ્યપ્રદેશ જતા 6 શખ્સની ધરપકડ કરી હતી. 

 

ઊંટના સંરક્ષણ માટે ખાસ કાયદો પણ બનાવ્યો છે 

 

રાજસ્થાનમાં ઊંટના સંરક્ષણ માટે ઊંટને સ્ટેટ પશુ તરીકેનો દરજ્જો મળેલો છે. તેને રાજસ્થાનનું જહાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2015માં ઊંટના સંરક્ષણ માટે ખાસ કાયદો પણ બનાવ્યો છે, છતાં મોટા પ્રમાણમાં ઊંટની તસ્કરી કરાય છે અને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર લઇ જવાય છે. ઊંટનું માંસ દુબઇ નિકાસ કરવામાં આવે છે તેમ નેહા પટેલે જણાવ્યું હતું. નવો કાયદો બન્યા બાદ રાજસ્થાનમાં ઊંટની તસ્કરીનો આ બીજો બનાવ બહાર આવ્યો હતો. 

 

કેમલ સફારી અને માંસ માટે ઊંટની તસ્કરી 

 

સુત્રોએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં પશુ મેળાના નામ પર તસ્કરો ઊંટની ખરીદી કરી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં લઇ જઇને ઉંચી કિંમતમાં વેચી દે છે. ઊંટનો પર્યટન ક્ષેત્રમાં કેમલ સફારીમાં ઉપયોગ કરવામાં આવે છે. ઊંટનું માંસ પણ વિદેશમાં મોટા પ્રમાણમાં ઉંચી કિંમતે નિકાસ કરાય છે. 

 

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...