તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફવા જ છે, અાફત બની શકે: હવે વડોદરાની બે સ્કૂલોમાંથી બાળકો ઉઠાવી ગયાના અોડિયો વાયરલ થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: સુરત અને અમદાવાદ બાદ વડોદરામાં પણ બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય બની હોવાના મેસેજ વાયરલ થયા છે. વડોદરાની બેસિલ સ્કૂલમાંથી 6 બાળકો ગાયબ થયા છે તેમજ વાડીવાલા સ્કૂલમાંથી 2 બાળકો ઉઠાવી ગયા હોવાના મહિલા અને પુરુષના ઓડિયો મેસેજ બુધવારે વોટ્સએપ ગ્રૂપમાં ફરતા થયા હતા. આ બંને મેસેજ અફવા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ કમિશનર મનોજ શશીધરે પણ આવી કોઇ ગેંગ સક્રિય નથી, અફવાને ધ્યાનમાં નહિ લેવા જણાવ્યું છે.


છેલ્લા વીસેક દિવસ પહેલાં બાળકો ઉઠાવતી ગેંગની અફવા શરૂ થયા બાદ  સુરતમાં બાળકોને લઇ જવા 300 જણની ગેંગ ઉતરી હોવાનો મહિલાનો ઓડિયો મેસેજ વાયરલ થયાે થયો હતો. દેશભરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ પ્રકારના  મેસેજના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં મંગળવારે ભીખ માગવા આવેલી રાજસ્થાનની ચાર મહિલાઓ બાળક ઉપાડી જતી હોવાની શંકા રાખી ટોળાએ માર મારી  એક મહિલાની હત્યા કરી નાખી હતી. આ ઘટનાના બીજા દિવસ બુધવારે બપોરે વડોદરાના વોટ્સએપ ગ્રૂપમાં એક મહિલા અને પુરુષના ચેતવણી દર્શાવતા ઓડિયો વાયરલ થયા હતા.

 

જેમાં બેસિલ સ્કૂલમાંથી 6 વિદ્યાર્થી ગાયબ થયા છે, આ સંદર્ભે શબરી સ્કૂલના સંચાલકોને પણ જાણ કરી છે. ઓડિયોમાં મહિલાએ ગેંગની મોડસ ઓપરેન્ડીની પણ વાત કરી હતી જ્યારે અન્ય એક પુરુષેે તાંદલજાની વાડીવાલા સ્કૂલમાંથી 2 બાળક ઉપાડી ગયા હોવાનું કહ્યું હતું. પોલીસ કમિશનર અને ડીઇઓ કચેરીએ આ બંને મેસેજ અફવા હોવાનું કહ્યું હતું. શહેરમાં અત્યાર સુધી બાળકને કોઇ ઉપાડી ગયા હોવાનો એકેય બનાવ નોંધાયો નથી. રાજ્ય પોલીસ વડાએ પણ છેલ્લા ત્રણ દિવસમાં વડોદરામાં અાવી કોઈ ઘટના બની છે કે કેમ તેની િવગતો મંગાવી હતી.

 

અફવા ફેલાવનાર સામે સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે

 

પોલીસ કમિશનર મનોજ શશીધરે જણાવ્યું કે, હાલ બાળકો ઊંચકી જવાની ગેંગ સક્રિય થઇ છે તેવા ઓડિયો- વીડિયો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની કોઇ ગેંગ વડોદરામાં સક્રિય નથી કે કોઇ બનાવ પણ બન્યો નથી. ખોટા મેસેજ કે વીડિયો ક્લિપ ધ્યાને નહિ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. કોઇ વ્યક્તિ આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ કરતી જણાય તો પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવા કહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે સાયબર સેલને એક્ટિવ કરવામાં આવ્યો છે. કોઇ વ્યક્તિ કે ગ્રૂપ દ્વારા આવી અફવા ફેલાવવામાં આવશે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવામાં આવશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 

સોશિયલ મીડિયાએ દેશમાં અફવાની અાગ ફેલાવી

 

- 2 જૂન.. અફવાના કારણે તામિલનાડુના ક્રિશ્નાગરી જિલ્લામાં એક યુવકની હત્યા કરાઈ.

- 8 જૂન.. આસામમાં અફવાઓના કારણે બે માણસોને તેમની કારમાંથી કાઢી મારી નાખ્યા.
- 14 જૂન.. પશ્ચિમ બંગાળમાં પણ અફવાના કારણે એક વ્યક્તિની હત્યાની  થઈ હતી.
- 22 જૂન.. છત્તીસગઢમાં બાળકને ઉઠાવી જતી ગેંગની અફવાના કારણે એકની હત્યા થઈ.
- 23 જૂન.. સુરતમાં 9 બાળકોને ગેંગ ઉઠાવી ગઇ હોવાનો અોડિયો વાયરલ થયો.
- 25 જૂન.. તાંદલજામાં ટોળાએ સાંકરદાની ઝાડુ વેચતી બે મહિલાને માર માર્યો હતો.
- 26 જૂન.. અમદાવાદ વાડજમાં 50 લોકોના ટોળાએ એક મહિલાની હત્યા કરી.
- 26 જૂન.. સુરતના વરાછામાં દોઢ વર્ષની દીકરી સાથે જતી મહિલાને માર માર્યો.
- 26 જૂન.. પાદરાના કરખડીમાં ભીખ માગતી મહિલાને પકડીને પોલીસમાં સોંપી
 
સોસા.માં બાળક ઉઠાવતી ગેંગ આવ્યાની શંકાથી ગભરાટ
 
રોડની સોસાયટીમાં બુધવારે બપોરે એક બાળકને શોધવા 5 જણ આવતાં બાળક ઉઠાવતી ગેંગ હોવાની લોકોને શંકા ગઇ હતી. મહિલાએ જણાવ્યું કે, 5 જણે આવીને કોઇ છોકરું રડતાં રડતાં અહીં આવ્યું ω તેમ પૂછતાં મેં ના પાડી હતી. ત્યારબાદ પાંચેય જણ રિક્ષામાં બેસી જતા રહ્યાં હતાં. 

અન્ય સમાચારો પણ છે...