વડોદરાઃ CS બનેલાં 12 વિદ્યાર્થીઓમાં 8 છોકરીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: ડિસેમ્બર 2017માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલી એક્ઝિક્યુટીવ્સ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાઓના પરીણામ વડોદરા ચેપ્ટર ખાતે રવિવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરામાં પ્રોફેશનલ (ફાઇનલ) ક્લિયર કરનારા 12 વિદ્યાર્થીઓમાંથી 8 છોકરીઓ ઝળકીને બહાર આવી છે. CS ક્લિયર કરનારા વિદ્યાર્થીઓમાં એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેમણે CS સાથે CA પણ કરેલું છે અથવા કરી રહ્યા છે. આ પરીણામમાં એક પણ વિદ્યાર્થી દેશના ટોપ રેન્કર્સમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યો નથી.

 

વુમન એમ્પાવરમેન્ટ ગ્રૂપે એક્ઝિબિશનનું આયોજન કર્યું

 

વુમન એમ્પાવરમેન્ટ ગ્રૂપ દ્વારા સ્ત્રી શક્તિના આર્થિક ઉત્થાન અને દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે એક્ઝિબિશન એન્ડ ફન-ફેરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન દિવ્યાંગ તથા સ્પેશિયલી ચેલેન્જડ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. એક્ઝિબિશન અને ફન ફેરમાં 81 બહેનો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.જેમાં સ્ત્રીઓ દ્વારા જ્વેલરી, ક્લોથ, વોલપેપર સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં.

 

 

સ્ત્રીશક્તિકરણને વેગ આપવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમ સંપૂર્ણ રીતે બહેનો દ્વારા જ બહેનો માટે જ રહ્યો હતો. વુમન એમ્પાવરમેન્ટ ગ્રૂપ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે, મમતા શાહ અને નીલમ નગર દ્વારા શરૂ કરાયેલું ગ્રૂપ સ્ત્રીશક્તિકરણ માટે સામાજિક રીતે સ્ત્રીઓના ઉત્થાન માટે કાર્યરત છે. જેમાં 1000થી વધુ સભ્યો છે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... વુમનને માત્ર એક સ્પાર્કની જરૂર હોય છે

 
અન્ય સમાચારો પણ છે...