વડોદરા જેલમાં જયેશ પટેલને મળવા ગયેલા ભેજાબાજ શખ્સની ધરપકડ

ગૃહ વિભાગનો અંડર સેક્રેટરી બની જેલમાં જયેશ પટેલને મળી આવ્યો

DivyaBhaskar.com | Updated - Sep 17, 2018, 02:24 AM
આરોપી સાંકાભાઈ પ્રજાપતિ
આરોપી સાંકાભાઈ પ્રજાપતિ

વડોદરાઃ વડોદરા પારુલ યુનિ.ના ડો.જયેશ પટેલ હાલ દુષ્કર્મ કેસમાં જેલ ભોગવતાં પારુલ યુનિ.ના ડો. જયેશ પટેલને મળવા ગયેલા સાંકાભાઇ કચરાભાઇ પ્રજાપતિ (રહે.પુનાસણ, હિંમતનગર)ની ધરપકડ થઇ છે. તેને હોમ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરીનું બોગસ આઇકાર્ડ બનાવ્યું હતું. આ શખ્સે જણાવ્યું હતું કે, ડો.પારુલ પટેલ તેમનાં ધર્મનાં બહેન છે. પારુલબહેને પિતાની તબિયત સારી નથી તેવું કહ્યું એટલે તે જેલમાં ગયો હતો. ડો.પારુલ પટેલે જણાવ્યું હતું કે, જેલ પ્રશાસને જે સાંકાભાઇ પ્રજાપતિ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે તે સાંકાભાઇ કોણ છે તેની મને ખબર નથી અને આવી કોઇ વ્યક્તિને હું ઓળખતી પણ નથી. હુ કાલે મારા પિતાના વકીલ પત્ર માટે જેલ પર ગઇ હતી પરંતુ મારે કોલેજમાં જવાનું મોડું થતું હતું એટલે પિતાને મળી શકી ન હતી.


X
આરોપી સાંકાભાઈ પ્રજાપતિઆરોપી સાંકાભાઈ પ્રજાપતિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App