તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું, 31 ડિસેમ્બરની પાર્ટીમાં બીભત્સ કપડાં પહેરવા નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના એક્ઝિટ પોઇન્ટ પર 9 પોલીસ ટીમ દ્વારા વાહન ચાલકોનું ચેકીંગ કરાશે (તસવીરઃ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત) - Divya Bhaskar
શહેરના એક્ઝિટ પોઇન્ટ પર 9 પોલીસ ટીમ દ્વારા વાહન ચાલકોનું ચેકીંગ કરાશે (તસવીરઃ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત)

* શહેરમાં રાત્રે 10 વાગ્યા પછી ડી.જે. વગાડવા, કેફી દ્રવ્યો પીવા અને ફટાકડા પર પ્રતિબંધ

* બીભત્સ કપંડા પહેરવાથી બાળકોના માનસ ઉપર અસર થાય છે

 

* મુખ્ય 11 સ્થળો પર પોલીસ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકીંગ કરશે, જાહેનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી 

 

વડોદરાઃ શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડી 31 ડિસેમ્બરની રાત્રે યોજાનારી પાર્ટીઓમાં વડોદરાની સંસ્કારીતા જળવાઇ રહે તે માટે બીભત્સ કપડાં પહેરવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તેમણે જણાવ્યું કે, બિભત્સ કપડાં પહેરવાથી પાર્ટીઓમાં જોડાતા બાળકોના માનસ ઉપર અસર થાય છે.

 

 

 

(કોર્ટે હનીમૂન કરવા વિદેશ જવાની ના પાડી, વિસ્મયે પત્ની, સાળા, VSની ડૉક્ટર-બિલ્ડર સાથે દારૂ પાર્ટી કરી)

 

 

1) ફરજીયાત CCTV મુકવા સૂચના, પાર્ટીઓમાં છેડતીના બનાવોની શક્યતા

શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં ફતેગંજ, સયાજીગંજ સહિત 31 ડિસેમ્બરે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. તેમજ પાર્ટીઓમાં છેડતીના બનાવોની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. થર્ટી ફર્સ્ટની નાઇટ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હોટલો, હોલ, પાર્ટી પ્લોટો, રિસોર્ટમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરનારને ફરજીયાત CCTV મુકવા સૂચના આપી છે. ન્યૂયર સેલિબ્રેશનના આયોજન અંગે વડોદરામાંથી 7 અરજીઓ આવી છે.   

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મુકાયો હોવાના સમાચાર માધ્યમોમાં વહેતા થતાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ફેમિલી અને મહિલાઓ તથા નાના બાળકો  પર તેની ખરાબ અસર ના પડે તે અંગેનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. તમામ શહેરીજનો પોતાની મરજી પ્રમાણે વસ્ત્રો પહેરી શકે છે અને આ જાહેરનામામાં વસ્ત્રો બાબતે કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ મુકાયો નથી.

પોલીસ કમિશનર અનુપમસિંગ ગહેલૌતે જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરથી જ શહેરના 11 એન્ટ્રી પોઇન્ટ  અને શહેરની અંદરના 7 પોઇન્ટ ઉપર પોલીસ અને એસઆરપી દ્વારા ચેકિંગ શરુ કરી દેવાયું છે, પણ 31મી ડિસેમ્બરની રાત્રે શહેરના 40 પોઇન્ટ પર એસીપી, પીઆઇ અને પોલીસ કર્મીઓ મળીને 1000થી વધુ પોલીસ કાફલા જ્વારા સઘન ચેકિંગ કરાશે. પોલીસ 200થી વધુ બ્રેથ એનલાઇઝર દ્વારા પીધેલાઓનું ચેકિંગ કરશે. 

પોલીસ ફૂડની હોમ ડિલીવરી કરનારાઓ પર પણ વોચ રાખશે. કારણકે, આજકાલ શહેરમાં મોડી રાત સુધી મહેફિલ બાદ હોમ ડિલીવરીથી ફૂડ મંગાવી ભોજનની જ્યાફત ઉડાડવાનો ટ્રેન્ડ છે. શક્ય છે કે, ફૂડની હોમ ડિલીવરી મંગાવનારાઓની પાર્ટીમાં પોલીસ મહેમાન બને અને એમનાં રંગમાં ભંગ પડે.

*ઉજવણીની જગ્યાએ ફરજીયાત સીસી ટીવી કેમેરા લગાડવા પડશે *ઉજવણીની જગ્યાએ રહિશોને કોઇ ઘોંઘાટ કે તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવું. *ઉજવણીમાં કેફી પીણાં પીવાનું તેમજ કઢંગી હાલતમાં કરાતા નાચગાન પર પ્રતિબંધ *કાર્યક્રમના સ્થળે અને રોડ પર માઇક વગાડવા - ફટાકડા ફોડવા પર પ્રતિબંધ *ઉજવણીના ભાગરુપે જાહેર માર્ગો પર બેફામ બાઇક ચલાવવા અને બાઇકના સ્ટંટ કરવા પર પ્રતિબંધ

અન્ય સમાચારો પણ છે...