તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની ટીમે વડોદરાની મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: યુ.એસ.એફ.ડી.એ.ના સાત સભ્યોના પ્રતિનિધિ મંડળે આજે વડોદરાના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી. અને ટેસ્ટીંગ પ્રક્રિયા તથા ખોરાક ઔષધ નિયમન કાર્ય પદ્ધતિનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. નોંધનીય છે કે, દેશની દવા કંપનીઓ પૈકી ગુજરાતની 124 દવા કંપનીઓ યુ.એસ.એફ.ડી.એ.ની માન્યતા ધરાવે છે. 

 

 

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની ટીમે વડોદરાની મુલાકાત લીધી

 

યુ.એસ.ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિ મંડળના સદસ્ય ડો. લેકેસીયા રોલીંગ્ટન અને શ્રી કાર્લાની અધ્યક્ષતામાં આવેલી ટીમ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ જોઇને પ્રભાવિત થઇ હતી. તેઓએ તેમનું પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. તેઓની સામે ગજરાત ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ટેસ્ટીંગ પ્રક્રિયા અને ખોરાક તથા ઔષધ નિયમનનું પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું.

 

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કમિશનર ડો. હેમંત કોશીએ જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રતિનિધિ મંડળ સાથે કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ સેરીંગ, ઇન્ફોર્મેશન સેરીંગ અને તાલીમના પાસાના વિષય ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. યુ.એસ.એફ.ડી.એ.ની આ મુલાકાત ગુજરાતના દવા ઉદ્યોગ માટે ફળદાયી નિવડશે. આ ટીમને વાયબ્રન્ટ ગુજરાતમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનો ટીમે સહજ સ્વીકાર કર્યો હતો. 

 

કમિશનર ડો. હેમંત કોશીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં દવાઓનું ઉત્પાદન કરતા એકમો પૈકી ગુજરાતના 124 એકમો યુ.એસ.એફ.ડી.એ.ની માન્યતા ધરાવે છે. અને ગુજરાતમાં ઉત્પાદીત થતી દવાઓની 28 ટકા નિકાશ કરવામાં આવે છે.

 

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો...