તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two Women Arrested In Connection With Illegal Selling Of Indirabetiji\'s House In Vadodara

વડોદરામાં ઈન્દિરાબેટીજીના મકાનને બારોબાર વેચવાના મામલે બે મહિલાઓની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂ.ઇન્દિરાબેટીજીની 200 કરોડની સંપત્તિ માટે નવા અને જુના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે માંજલપુર હવેલી પાછળ આવેલું ઇન્દિરાબેટીજીનું મકાન રૂપિયા 82 લાખમાં બારોબાર વેચી મારનાર ત્રિપુટી પૈકી સમા શાહ અને સેજલ દેસાઇની આજે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરતા વૈષ્ણવ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો હતો.


ક્રાઇમ બ્રાંચે સમા શાહ અને સેજલ દેસાઇની કરી ધરપકડ

 

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કમળાબહેન લાડે પોલીસ કમિશનરને સમા શાહ, સેજલ શાહ અને ધર્મેશ મહેતા વિરૂધ્ધ છેતરપિંડીની અરજી આપી હતી. જે અરજીની તપાસ ક્રાઇમ બ્રાંચે શરૂ કરી હતી. જે અરજીની તપાસમાં સમા શાહ, સેજલ શાહ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ મહેતાની પ્રથમ દ્રષ્ટીએ સંડોવણી જણાઇ આવતા આજે ક્રાઇમ બ્રાંચે ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો હતો. અને સમા શાહ અને સેજલ દેસાઇની ધરપકડ કરી હતી.


મકાન બારોબાર વેચી દેનાર સામે કમળાબહેને કરી છે ફરીયાદ       

 

ડી.સી.પી. ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ આ ચકચારી કેસ અંગે જણાવ્યું હતું કે, માંજલપુર ખાતે હવેલીની પાછળ પૂ. ઇન્દિરા બેટીજીનું મકાન બારોબાર વેચી દેનાર સમા શાહ, સેજલ દેસાઇ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ રમેશભાઇ મહેતા સામે કમળાબહેન લાડે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સમા શાહ અને સેજલ દેસાઇની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જે લોકોની સંડોવણી બહાર આવશે. તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, ફેસબુકમાં અભદ્ર પોસ્ટ કરવાના મામલે પણ તપાસ થશે...

અન્ય સમાચારો પણ છે...