વડોદરાની એમ.એસ.યુનિમાં એનએસયુઆઈના બે સંગઠનો વચ્ચે મારામારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ શહેરની એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે એક જ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. અચાનક થયેલી મારામારીના પગલે પોલિસનો કાફલો કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગ પર આવી પહોંચ્યો હતો. અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અગામી ચૂંટણીમાં એનએસયુઆઈના ફેકલ્ટી જીએસના દાવેદારો જય પટેલ અને રૂપલ પટેલ વચ્ચે પ્રચાર કરવા બાબતે મારામારી થતા વિદ્યાર્થીઓના ટોળાઓ એકત્રિત થયા હતા. ઉલ્લેખનીય છે કે અગામી 24 ઓગસ્ટના રોજ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં વિધાર્થી સંધની ચૂંટણી યોજનાર છે. 
અન્ય સમાચારો પણ છે...