અકસ્માત / વડોદરાના ફતેગંજ બ્રિજ પર બુલેટ સ્લિપ થતા બે યુવકના મોત, એકની હાલત ગંભીર

DivyaBhaskar.com | Updated - Jan 13, 2019, 12:22 PM
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલ સારવાર ચાલી રહી છે
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલ સારવાર ચાલી રહી છે
X
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલ સારવાર ચાલી રહી છેઅકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલ સારવાર ચાલી રહી છે

  • બુલટના ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોવાનું ખુલ્યુ 
  • અજાણ્યા વાહન ચાલકે બુલેટને ટક્કર મારી હોવાની શક્યતા

 

વડોદરાઃ વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પરથી પસાર થઇ રહેલી બુલેટ સ્લિપ થતાં બે યુવકના મોત નિપજ્યાં છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે. જેની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

એક બાઇક પર ત્રણ યુવકો સવાર હતા
1.સુરત પાર્સિગની GJ-05-SE-5000 નંબરની બુલેટ લઇને આજે વહેલી સવારે 4 વાગ્યે ત્રણ યુવાનો ફતેગંજ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે બાઇક સ્લિપ ખાઇ ગઇ હતી. 
ઇજાગ્રસ્ત યુવકને અમદાવાદ રિફર કરાશે
2.ઇજાગ્રસ્ત યુવક વિક્રમ મનબહાદુર ક્ષેત્રી(20) પ્લોટ નં-31,32,33, ડુમ્મસ રોડ સુરતનો રહેવાસી છે. જોકે મૃતકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. ઇજાગ્રસ્ત યુવક હાલ વડોદરાની સયાજી હોસ્પિટલના વોર્ડ બી-2માં સારવાર લઇ રહ્યો છે. હાલ તેની હાલત ગંભીર છે. જેથી તેને આઇસીયુમાં દાખલ કરવી પડે તેવી સ્થિતિ છે. પરંતુ સયાજી હોસ્પિટલમાં આઇસીયુના કોઇ બેડ ખાલી ન હોવાથી યુવકને અમદાવાદ રિફર કરવાની તજવીજ ચાલી રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App