તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્દિરાબેટીજીનું ખોટું વીલ બનાવી વૃંદાવનની પ્રોપર્ટી ટ્રસ્ટને સોંપી દેવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્દિરાબેટીજી - Divya Bhaskar
ઇન્દિરાબેટીજી

વડોદરા: પૂજ્ય ઇન્દિરાબેટીજીના નામનું ખોટુ વીલ બનાવીને વૃંદાવનની પ્રોપર્ટી બે ટ્રસ્ટને સોંપી દેવાઇ હોવા બાબતે મુંબઇ સ્થીત વૈષ્ણવ મદનલાલ રાઠીએ સેજલ દેસાઇ અને સમા શાહ સહિત 10 સામે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી છે. 19 પાનાની આ અરજીમાં વીલ સામે સવાલો ઉભા કરતાં મદનલાલ રાઠીએ જણાવ્યું હતું કે વીલમાં જે ભાષાનો પ્રયોગ કરાયો છે, તે ભાષા કયારેય ઇન્દીરાબેટીજી ઉપયોગ કરતા ન હતા અને વીલ રજીસ્ટર્ડ પણ કરાવ્યું ન હતું.


ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. મદનલાલ રાઠીએ જણાવ્યું હતું કે વીલમાં જે ભાષા છે. તે ઇન્દીરાબેટીજીની નથી.તેમનું દરેક કાર્ય પદ્ધતીમુજબનું હતું ,જે વીલમાં જોવા મળતું નથી. આ ઉપરાંત સાક્ષીઓની સહિઓમાં પણ સરનામું કે આધારકાર્ડ અને પાનકાર્ડની માહિતી નથી. સાક્ષીઓએ વીલમાં દસ્તાવેજી પુરાવા આપવા પડે તે પણ આપ્યા નથી. આ વ્યકતીઓએ મારા ટ્રસ્ટની પ્રોપર્ટી મારી જાણ બહાર કેમ ટ્રાન્સફર કરી તેવો સવાલ મદનલાલ રાઠીએ કર્યો હતો.

 

સેજલ અને સમાની કબૂલાત ટ્રસ્ટના નામે મકાન ન હોવા છતાં વેચવા પ્રયાસ કર્યો હતો

 

પૂજ્ય ઇન્દિરાબેટીજીની માલિકીનું માંજલપુર સ્થિત મકાન ટ્રસ્ટનું હોવાનું કહી વેચી દેનાર 2 સેવિકા બહેનો સેજલ દેસાઇ અને સમા શાહે ક્રાઇમ બ્રાન્ચની પુછતાછમાં પોતાની ભુલ થઇ હોવાનો સ્વીકાર કર્યો છે. ઇન્દિરાબેટીજીની માલિકીનું આ મકાન તેમના આડી લીટીના વારસદારો ચંદ્રગોપાલજી મહારાજ તેમજ બીજા 6 જણનાં નામે છે તેમ છતાં આ મકાન ઇન્દિરાબેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ અને ઇન્દિરાબેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટના નામે ટ્રાન્સફર થઇ ગયું હોવાનું કહી વેચાણ કર્યું હતું. તપાસ અધિકારી પીએસઆઇ નરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે બંને બહેનોની પુછપરછ ચાલી રહી છે. બંનેએ પુછપરછમાં કબુલાત કરી હતી કે ટ્રસ્ટના નામે નહીં હોવા છતાં તેમણે મકાન વેચવાનો પ્રયાસ કર્યો હતો.બંનેએ પોતાની ભુલ કબુલી લીધી હતી. પોલીસે આ મામલાના ત્રીજા આરોપી ધર્મેશ રમેશ મહેતાની પણ શોધખોળ શરુ કરી હતી.

 

વ્રજરાજકુમારે તો ના પડી હતી, પણ ફ્રોડ કરનારને માફ ન કરાય

 

વ્રજધામ સંકુલ પાછળ આવેલ પૂ.જીજીનું મકાન ટ્રસ્ટનું હોવાનું કહી વેચી દેનાર સેજલ દેસાઈ અને તેના પરિવાર વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવા અને તેને માફ કરી થોડી હજુ વાટ જોવાનું વ્રજરાજકુમારે મને જણાવ્યું હતું.પરંતુ જીજીની આજ્ઞા શિરોધાન્ય નહીં કરીને ફ્રોડ કરનાર સેજલ દેસાઈ વિરુદ્ધ કેસ કર્યો હોવાનું મહેન્દ્ર ધ્રુવે જણાવ્યું છે. જીજીના મકાન માટે રૂ.82 લાખ આપનારા મહેન્દ્ર ધ્રુવે કહ્યું છે કે, જીજીનું ખોટું વિલ બનાવીને એમની જગ્યાઓને ગેર કાયદેસર રીતે વેચીને લોકોને છેતરી પૈસા ભેગા કરવાનું ભયંકર કાવતરું ચાલી રહ્યું છે.


મહેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે, સેજલ દેસાઈ ટ્રસ્ટમાં રૂ.80 લાખ જેટલી રૂપિયાની જરૂર છે, તેવી વિનંતી સાથે વ્રજરાજકુમાર પાસે પહોંચી હતી. આ માટે માંજલપુરમાં આવેલ જીજીનું મકાન વેચી તેમાંથી રૂપિયા મળે તેવી વ્યવસ્થા ઉભી થાય તેમ હોવાનું પણ જણાવ્યું હતું. સેજલની વિનંતીને આધારે વ્રજરાજકુમારે મદદ કરવાના દૃષ્ટિકોણના આધારે જીજીનું પ્રસાદી મકાન સમજી આ મકાનને ખરીદવા મને જણાવ્યું હતું.  પરંતુ સેજલ દેસાઈ અને સમા શાહે રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી. વ્રજરાજકુમારે સેજલ દેસાઈ પરિવાર સામે કોઈ લીગલ એક્શન ન લેવા સમજાવ્યું હતું. પરંતું મેં તેમની આજ્ઞા ન માની ફ્રોડ કરનાર સેજલ અને તેના મળતિયાઓ સામે કેસ કર્યો છે.

 

સેજલ-સમાએ ખોટાં નિવેદનો આપ્યાંનું વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીએ જણાવ્યું

 

પૂજ્ય જીજીની માલિકીનું માંજલપુરનું મકાન ટ્રસ્ટનું હોવાનું કહી વેચી દેનાર 2 સેવિકા સેજલ દેસાઈ અને સમા શાહે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આપેલાં નિવેદન ખોટાં હોવાનું વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટના જૂના ટ્રસ્ટી મદનલાલ રાઠી, જીજીના નિકટનાં શર્મિષ્ઠાબેન વકીલ,ડોક્ટર કે.બી.સોની તેમજ કેવલકૃષ્ણ તુલીએ જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે વારસદારોને વિશ્વાસમાં લીધા વગર જીજીનું મકાન વેચ્યું છે ω તેવો પ્રશ્ન પૂછતાં, સેજલ દેસાઈએ વ્રજરાજબાવાને જાણ હોવાનો જવાબ આપ્યો હતો.