ભય / મહીસાગરના જંગલમાં વાઘને આગનો ડર, વન વિભાગ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે

DivyaBhaskar.com | Updated - Feb 13, 2019, 04:39 PM
મહિસાગરના જંગલમાં કેમેરામાં કેદ થયેલો વાઘ
મહિસાગરના જંગલમાં કેમેરામાં કેદ થયેલો વાઘ
X
મહિસાગરના જંગલમાં કેમેરામાં કેદ થયેલો વાઘમહિસાગરના જંગલમાં કેમેરામાં કેદ થયેલો વાઘ

  • મહીસાગરના જંગલમાં વાઘ માટે પાણીની પૂરતી વ્યવસ્થા છે
  • લોકોને મોડી સાંજ બાદ ઘરની બહાર ન નીકળવા અને જંગલમાં ન જવા સૂચના 

વડોદરા: મહીસાગર જિલ્લાના જંગલમાં દેખાયેલા રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા માટે વન વિભાગ દ્વારા હવે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. આ સાથે જ આગામી ઉનાળાની ઋતુમાં જંગલમાં દવ ફાટી ન નીકળે તે માટે વિશેષ કાળજી રાખવા તમામ ફોરેસ્ટ ઓફિસરોને ડી.એફ.ઓ. અને સી.સી.એફ. દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.

મંગળવારે રાત્રે કેમેરામાં વાઘ ન દેખાયો
1.ગોધરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલે જણાવ્યું હતું કે, મહીસાગર જંગલમાં વાઘ હોવાની પુષ્ટિ થયા બાદ વાઘ 40 થી 50 કિ.મી.ના જંગલમાં ફરી શકે છે. મંગળવારે રાત્રે લગાવેલા નાઇટ વિઝન કેમેરા આજે સવારે ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમાં વાઘ દેખાયો નથી. હવે ડી.એફ.ઓ. અને સી.સી.એફ.ની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાઘની સુરક્ષા માટેના પગલાં ભરવાના છે. ખાસ કરીને આગામી ઉનાળાની ઋતુમાં જંગલમાં દવ ફાટી ન નીકળે તે માટે વિશેષ કાળજી રાખવાની છે.
વાઘને ગરમી લાગવાથી ગુફામાં રહેતો નથી
2.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વાઘને ગરમી લાગવાથી ગુફામાં રહેતો નથી. વાઘ ખુલ્લામાં અથવા તો પાણીમાં રહે છે. જંગલની બાજુમાંથી પાનમ નદી જાય છે. આ ઉપરાંત જંગલમાં પણ નાના-મોટા તળાવો છે. આથી મહીસાગર જિલ્લાના જંગલમાં આવેલા વાઘને પાણીની પણ તંગી પડશે નહીં.
દરેક ગામના સરપંચો, ડેરી પ્રમુખોને પત્રિકાઓ આપીને સૂચનાઓ અપાઇ
3.વાઘની સુરક્ષાની સાથે આસપાસના ગામ લોકો તેમજ તેમના પશુઓની સુરક્ષા માટે પણ હંમેશા ફોરેસ્ટ વિભાગ જરૂરી કાર્યવાહી કરે છે. તેમ છતાં મહિસાગરના જંગલમાં આવેલા વાઘની સુરક્ષાની સાથે આસપાસના ગામ લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. દરેક ગામના સરપંચ, ડેરી પ્રમુખને પત્રિકાઓ આપીને જરૂરી સૂચના આપવામાં આવી છે. તેમ આર.એફ.ઓ. રોહિત પટેલે જણાવ્યું હતું. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App