1

Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » The child said to Abhayam, Mother talks with male friends all day, you do something

બાળકે અભયમને કહ્યું, મમ્મી આખો દિવસ પુરુષ મિત્રો સાથે વાતો કર્યા કરે છે, તમે કંઇક કરો

Divyabhaskar.com | Last Modified - Jul 12, 2018, 11:23 AM IST

પુરુષ મિત્ર સાથે સતત વાતો કરતી મહિલા અને પુત્રનું અભયમે કાઉન્સેલિંગ કરી એકબીજાની કાળજી લેવા સલાહ આપી

  • The child said to Abhayam, Mother talks with male friends all day, you do something
    પ્રતિકાત્મક તસવીર

    વડોદરાઃ કિશોરો અને યુવકો જ મોબાઇલ ફોનના આદી હોય છે એવું નથી, મહિલાઓ પણ હવે વધુ સમય મોબાઇલ ફોન પર પસાર કરતી હોવાનું અને તેને લઇને પરિવાર પર આડઅસર થતી હોવાના કિસ્સા બની રહ્યા છે. શહેરના 12 વર્ષીય કિશોરે ભણવાનું બંધ કરી દીધુ હતું કેમ કે માતા તેના પુરુષ મિત્ર સાથે મોબાઇલ ફોન પર સતત વ્યસ્ત રહેતી હોવાથી તેને ગુસ્સો આવતો હતો. આખરે અભયમની ટીમે માતા અને પુત્રનુ કાઉન્સેલિંગ કર્યું અને પુત્રને પુરતો સમય આપી તેની કાળજી લેવા સમજ પાડી હતી.

    શહેરના વાઘોડીયા રોડ પર રહેતા નિલમબેન (નામ બદલ્યું છે) અને તેમના પતિ વચ્ચે અનબનાવ થતા મામલો છુટ્ટા છેડા સુધી પહોંચ્યો હતો. જે અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેથી 12 વર્ષીય પુત્ર અંકિત (નામ બદલેલુ છે)માતા નિલમબેન સાથે રહે છે. અંકિત શહેરની એક નામાંકિત સ્કૂલમાં ઘો.6માં અભ્યાસ કરે છે. અંકિતે છેલ્લા ઘણા દિવસોથી સ્કૂલમાં ભણવાનું બંધ કરી દીધું હતું. અને નિલમબેનનુ કહ્યું માનતો ન હતો. જેથી તેમણે મંગળવારે 181 અભયમ ઉપર ફોન કરી મારા પુત્રએ સ્કૂલમાં ભણવાનુ બંધ કરી દઇ મારૂ કહ્યું માનતો ન હોવાની જાણ કરી હતી.

    જેથી બાપોદ પોલીસ સ્ટેશન ખાતેની અભયમની ટીમ તાત્કાલીક નિલમબેનને ઘરે પહોંચી હતી. અભયમની ટીમે અંકિતે શા માટે સ્કૂલમાં ભણવાનુ બંધ કરી દીધું તે અંગે પૂછતા તેને કહ્યું કે મારી મમ્મી આખો દિવસ ફોન ઉપર લાંબી લાંબી વાતો કર્યાં કરે છે, સ્કૂલમાંથી ઘરે આવુ ત્યારે પુરૂષ મિત્રો સાથે ગપ્પા મારતી હોય છે, અને મારી સાથે વાતચીત પણ નથી કરતી, મને લેસન પણ નથી કરાવતી તથા સ્કૂલના સમયે મને તૈયાર થવામાં પણ મદદ કરતી નથી અને જ્યારે પણ સમય હોય ત્યારે મારી જોડે વાત કર્યા કરતા મોબાઇલમાં લાંબી લાંબી વાતો કર્યા કરે છે. જેનાથી હું કંટાળી ગયો છું અને ગુસ્સે થઇ જઉં છું, હું મારી વાત કરવા માંગુ છું પણ મને સાંભળનાર કોઇ નથી. અભયમની ટીમે અંકિતની આપવીતી સાંભળી નિલમબેનનુ કાઉન્સેલિંગ કરી પુત્રને પુરતો સમય ફાળવવા અને તેની કાળજી લેવા સમજણ આપી હતી. નિલમબેનને પોતાનું ભૂલ સમજાતા તેઓએ પુત્રની પુરતી કાળજી લેવાની ખાતરી આપી હતી.

    ઘટનાને દર્શાવવા પ્રતિકાત્મક તસવીર લીધેલ છે

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending