તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની બાળકોને ભણાવા માટે અનોખી પહેલ, અભ્યાસક્રમના આધારે 200 રમતો બનાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: નવરચના સ્કૂલ ખાતે દેશની સૌપ્રથમ બોર્ડ- ગેમ્સ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. સ્કૂલના શિક્ષકો દ્વારા પાઠ્યક્રમનો સમાવેશ કરતી 200થી વધુ રમતો બનાવવામાં આવી છે. એજ્યુકેશનને કેવી રીતે મહત્ત્વનું બનાવી શકાય. જેમાં દરેક વિદ્યાર્થીઓ સક્રિય ભાગ લઇ અને પોતાનો વિકાસ કરે, તે હેતુને ધ્યાનમાં રાખી શાળાના દરેક શિક્ષકોએ પોતાના વિષય તેમજ બાળકોના સ્તરને અનુલક્ષીને વિવિધ બોર્ડ ગેમ્સની રચના કરી હતી.

 

આ રમતો દ્વારા બાળકો પાઠ્યક્રમનો કોન્સેપ્ટ ક્લિયર કરી શકે છે. સાથે શિક્ષક જાણી શકશે કે બાળકો શું સમજ્યાં છે અને અભ્યાસક્રમમાં બાળકો જે શીખ્યાં છે તેનું રમતો દ્વારા રિવિઝન થશે. આજના સમયમાં ઓનલાઇન રમતો, ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક ડિવાઇઝમાં બાળકો એકાંતમાં જ રમત રમતાં હોય છે. જેથી ટીમ મેનેજમેન્ટ, લીડરશિપ જેવી ક્વોલિટી પોતાનામાં કેળવી શકતા નથી. પણ સ્કૂલના શિક્ષકો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ રમતોથી બાળકો ટીમ મેનેજમેન્ટ, લીડરશિપ, યુનિટી, ડિસિપ્લિન, રૂલ્સનું પાલન કરવું, સારી ટેવ કેળવવી જેવા ગુણો વિક્સાવશે સાથે અભ્યાસ પણ કરશે.

 

નવરચના સ્કલૂના શિક્ષકોએ 6 મહિનાના સમયગાળામાં ઘો.1 થી 6ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમના આધારે 200 રમતો બનાવી છે. જેમાં વિવિધ પાઠના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ રમતોને એન.સી.ઈ.આર.ટી ના કરિક્યુલમ અંતર્ગત સિલેબસના આધારે બનાવવામાં આવી છે. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કોઈપણ વિષયના એકમને સરળતાથી સ્પષ્ટ કરવામાં, નવી વિચાર સરણીને પ્રોત્સાહિત કરવા, જ્ઞાનાત્મક વિચારોને સાંકળવામાં ભૂમિકા ભજવે છે એમ સુત્રોએ કહ્યું હતું