Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Teacher Molestation of girl student in vadodara

શિક્ષકે વિદ્યાર્થિનીને બ્લેકબોર્ડ પાસે દબાવીને કહ્યું: 'શારીરિક સબંધોમાં કેમ આગળ વધતી નથી'

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 02:44 PM

વિદ્યાર્થિની ક્લાસમાં એકલી જ હતી, ત્યારે શિક્ષકે તેને પકડીને શારીરિક છેડછાડ કરી

  • Teacher Molestation of girl student in vadodara
    તસવીરનો પ્રતિકાત્મક ઉપયોગ

    વડોદરાઃ હરણી-વારસિયા રિંગ રોડના ગુરૂકુલ વિદ્યાલયના શિક્ષકનું અપહરણ કરી ચાર શખ્સોએ તેને બાપોદ વુડાના મકાનમાં માર મારી રૂા. 17 હજારની લૂંટ કર્યાના કેસમાં વિદ્યાર્થિનીએ પણ શિક્ષક સામે છેડતીની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં કહ્યું છે કે, શિક્ષકે મને બ્લેકબોર્ડ પાસે દબાવીને બીભત્સ માંગણી કરી હતી. અને શારીરિક સબંધોમાં કેમ આગળ વધતી નથી તેમ જણાવ્યું હતું.


    વિદ્યાર્થિની ક્લાસમાં એકલી જ હતી, ત્યારે શિક્ષકે તેને પકડીને શારીરિક છેડછાડ કરી

    વિદ્યાર્થિનીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે 2014થી 2016માં વેમાલીના અંબે વિદ્યાલયમાં ધોરણ 8થી 10માં એમએસ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી, ત્યારે રોજ બપોરે 2થી 4 નિરજ સંજય પટેલ (રહે, દિપીકા સોસા.કારેલીબાગ) સ્કૂલમાં જ અંગ્રેજીનાં ટ્યૂશન ચલાવતો હતો. એક દિવસ તે ક્લાસમાં એકલી જ હતી, ત્યારે નિરજ તેની પાસે આવ્યો હતો અને તેને પકડીને તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. તેણે બંને ખભા બ્લેકબોર્ડ પાસે દબાવીને બીભત્સ માંગણી કરી શારીરિક સબંધોમાં કેમ આગળ વધતી નથી તેમ જણાવ્યું હતું. જો કે વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદની ધમકી આપતાં તે જતો રહ્યો હતો.

    વિદ્યાર્થિનીના મામા તુષાર અને મિત્રોએ નિરજને માર માર્યો

    વિદ્યાર્થિનીએ તેની બહેનપણીને આ ખરાબ વર્તનની વાત કરતાં તેણે હવેથી આપણે ક્લાસમાંથી વહેલા નીકળી જઇશું તેમ જણાવ્યું હતું. જો કે ત્યારબાદ વિદ્યાર્થિનીનો નંબર નિરજ પાસે હતો પણ આ ફોન વિદ્યાર્થિનીના મામા તુષાર પાસે રહેતો હતો, નિરજે આ મોબાઇલ વિદ્યાર્થિની પાસે હશે તેમ માની વોટ્સએપ પર સતત મેસેજ કર્યા હતા. જેથી મામા તુષાર અને મિત્રોએ નિરજને માર માર્યો હતો.

    દાર્જિલિંગ ટૂરના ફોટા મોકલ્યા બાદ મેસેજ

    વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ધોરણ-10માં હતી, ત્યારે સ્કૂલમાંથી દાર્જિલિંગની ટૂરનું આયોજન થતાં તે ટૂરમાં ગઇ હતી. જેના ફોટા મોકલ્યા બાદ શિક્ષક નિરજે વિદ્યાર્થિનીને મેસેજ મોકલવાના શરૂ કર્યા હતા.

    અપહરણ કેસમાં 4 શખ્સો રિમાન્ડ પર

    શિક્ષકનું અપહરણ કરી લૂંટ કરવામાં સંડોવાયેલા ચાર શખ્સને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતાં જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ