શિક્ષકની કામલીલાઃ લંપટ શિક્ષક વિદ્યાર્થિની પાસે વોટ્સએેપ પર મંગાવતો'તો તેના બિભત્સ ફોટા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ સગીરા વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનારા એલેમ્બિક સ્કુલના શિક્ષકને શનિવારે મોડી રાતે મેજીસ્ટ્રેટના ઘરે રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માટે ગ્રાઉન્ડ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. પોલીસના રિપોર્ટના આધારે મેજીસ્ટ્રેટે આરોપીના 7 ઓગષ્ટ એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. શિક્ષક વિદ્યાર્થિની સાથે શારીરિક સુખ માણવાની સાથે સગીરા પાસે અનેક વખત વોટ્સએેપ ઉપર તેના નગ્ન ફોટા મંગાવતો હતો.

 

પોલીસે રિમાન્ડ મેળવવા માટે મેજીસ્ટ્રેટ સમક્ષ દલીલો કરી 

 

પોલીસે રિમાન્ડ મેળવવા માટે મેજીસ્ટ્રેટ સમક્ષ દલીલો કરી હતી. જેમાં આરોપી શિક્ષક સગીરાને અમદાવાદ અને પાદરાની હોટલોમાં લઈ ગયો હતો. જે હોટલોનું પંચનામું કરવાની કાર્યવાહી બાકી છે. આ ઉપરાંત આરોપીનો મોબાઈલ અને અન્ય મુદ્દામાલ રીકવર કરવાનો બાકી છે. આરોપીએ ભોગ બનનાર સગીરાની જે વીડિયો ક્લિપ બનાવી છે તેની તપાસ પણ કરવાની બાકી છે. પોલીસે ભોગ બનનાર સગીરાનો ફોન કબજે કર્યો છે. આરોપી સગીરાને વોટસઅપ પર મેસેજ કરતો હોવાથી પોલીસ આ તમામ મેસેજ ભેગા કરી રહી છે. આ ઉપરાંત આરોપી એલેમ્બિક સ્કુલમાં શિક્ષક હતો. અને પોતે પ્રાઈવેટ ટ્યુશન ક્લાસ પણ ચલાવતો હતો. સ્કુલ ઉપરાંત ટ્યુશન ક્લાસમાં બાયોલોજી વિષય ભણવા આવતી 6 વિદ્યાર્થીનીઓના પણ પોલીસ નિવેદન લેવાના બાકી છે.

 

આગળની સ્લાઇડમાં વાંચો...વિદ્યાર્થિની સાથે બળજબરી તેની સાથે વોટ્સએેપ પર અશ્લીલ વાત કરવા માટે દબાણ કરતો હતો... 

અન્ય સમાચારો પણ છે...