Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Suicide PSI of service revolver after write off suicide note in vadodara

વડોદરામાં સર્વિસ રિવોલ્વરથી PSIની આત્મહત્યા, ડાયરીમાં લખ્યું: 'આ નોકરી મારાથી થાય તેમ નથી, મને માફ કરશો'

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 01:53 AM

ગૃહ વિભાગના નકલી અિધકારીની તપાસ મળ્યાના 8 કલાકમાં જ PSIની આત્મહત્યા

 • પીએસઆઇએ લખેલી સુસાઇડ નોટ અને તેની પીએસઆઇની ફાઇલ તસવીર

  વડોદરાઃ વડોદરામાં પીએસઆઇ તરીકે પહેલું જ પોસ્ટીંગ મેળવનાર એન્ટી ચેઇન સ્નેચિંગ સ્કવોર્ડના પીએસઆઇ સંજયસિંહ જાડેજાએ અલકાપુરી ચોકીમાં મળસ્કે સર્વિસ રિવોલ્વરમાંથી માથામાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે ડાયરીમાં પીએસઆઇની નોકરી મારાથી થાય તેમ નથી, માફ કરજો તેવું તેમણે લખાણ લખ્યું છે. પારુલ યુનિ.ના જયેશ પટેલને જેલમાં મળવા ગયેલા ગૃહવિભાગના બનાવટી અધિકારીની તપાસ મળ્યાના 8 કલાકમાં જ આપઘાત તેમજ સયાજીગંજના પીઆઇ હરેશ વોરાના માનસિક ટોર્ચરના આક્ષેપ સાથે પીએસઆઇના મિત્રે વીડિયો વાયરલ કરતાં સ્યૂસાઇડ પાછળ આ બંને પૈકીનું કારણ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. અલબત્ત, આપઘાતના કારણ અંગે પોલીસ અધિકારીઓ હજુ સ્પષ્ટતા કરતા નથી.

  મૂળ રાજકોટના સાતુદળ ગામના સંજયસિંહ શીવુભા જાડેજાની પીએસઆઇ તરીકેની પહેલી પોસ્ટીંગ 8 મહિના પહેલા વડોદરામાં થઇ હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનની અલકાપુરી ચોકીમાં ફરજ સોંપાઇ હતી. પીઆઇ હરેશ વોરા વધુ પડતી તપાસો સોંપી ટોર્ચર કરતા હોવાની પીએસઆઇએ તેના મિત્રોને વાત કરી હતી. દરમિયાન ગત 12 સપ્ટેમ્બરે તેની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતાં એન્ટી ચેઇન સ્નેચિંગ સ્કવોર્ડના લીડરની જવાબદારી સોંપાઇ હતી. અછોડા તોડના બનાવો ચાલુ રહેતા ગેંગની શોધખોળ કરવા અધિકારીઓનું દબાણ હોવાનું પણ જાણવા મળ્યું છે.

  આ ઉપરાંત શનિવારે દુષ્કર્મના કેસમાં સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી ડો. જયેશ પટેલને મળવા માટે હિંમતનગરનો સાંકાભાઇ પ્રજાપતિ ગાંધીનગર સચિવાલય સ્થિત હોમ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરીનું બનાવટી ઓળખપત્ર લઇને મળવા આવ્યો હતો. સિનિયર જેલ અધિકારીની તપાસમાં ભાંડો ફૂટતા ધરપકડ કરાઇ હતી. આ કેસની તપાસ રાત્રે 9 વાગે પીએસઆઇ સંજયસિંહ જાડેજાને સોંપાઇ હતી. મોડી રાત્રે પીએસઆઇએ વિવાદાસ્પદ તપાસ તેમને જ આપતા હોવાનો બળાપો કેટલાક પોલીસ કર્મચારીઓ સામે પણ કાઢ્યો હતો અને 8 કલાકમાં જ સ્યૂસાઇડ કરી લીધું હતું. આ કેસના કાગળ પણ તેના ટેબલ પર જ પડેલા હતાં. પ્રાથમિક તપાસમાં સ્યૂસાઇડ મળસ્કે 1 થી 5 કલાક દરમિયાન થયું હોવાનું પણ અનુમાન છે.


  રાત્રે જ બળાપો કાઢ્યો હતો, વિવાદી તપાસ જ મને અપાય છે

  જયેશ પટેલને મળવા આવેલા બનાવટી અધિકારી વિરૂદ્ધ શનિવારે રાત્રે 9 વાગે ફરિયાદ નોંધાયા બાદ તપાસ પીએસઆઇને જાડેજાને સોંપતા તેઓ નાસીપાસ થઇ ગયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. રાત્રે તેમણે કેટલાક પોલીસ કર્મચારીઓ સમક્ષ બળાપો કાઢી બધી જ વિવાદાસ્પદ તપાસ મને જ આપે છે તેમ પણ કહ્યું હતું. અગાઉ પત્રકારો સાથેની વાતમાં પણ કામગીરી અંગે નિરાશા વ્યક્ત કરી હતી.


  વડોદરામાં પહેલું જ પોસ્ટિંગ

  બે દિવસ પહેલાં જ ડોકટર મિત્રને કહ્યું હતું, અહીં એકલો પડી ગયો છું

  બે દિવસ પહેલાજ એક ડોકટર મિત્રને મળીને જાડેજાએ કહ્યું હતું કે, વડોદરામાં એકલો પડી ગયો છું. તે સમયે પી.એસ.આઇ એસ.એસ. જાડેજા ખૂબ ડીપ્રેશનમાં હોવાથી ડોકટરે તેમનુ કાઉન્સીલીંગ કર્યું હતું, અને સાથે સાથે તેમણે ડીપ્રેશનમાંથી બહાર આવવા માટે રેગ્યૂલર ચાલવાની સલાહ આપી હતી. જાડેજા જાન્યુઅારી 2018માં પીએસઆઇની પરીક્ષામાં પાસ થતાં વડોદરામાં PSI તરીકે આવ્યા હતા. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ ગત 12 સપ્ટેમ્બરે ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થઇ હતી અને એન્ટી ચેઇન સ્નેચિંગ સ્કવોર્ડની જવાબદારી સોંપાઇ હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાવેદ હબીબ બ્યૂટી સલુનમાં મહિલાની છેડતીના કેસની છેલ્લી તપાસ કરી હતી. ત્યારબાદ ચેઇન સ્નેચિંગના ગુનાઓની તપાસમાં હતાં.


  DCP જયપાલસિંહ જાડેજાને ત્રણ સવાલઃ

  1. પીઆઇ વોરા વિરુદ્ધ આક્ષેપનો વીડિયો વાયરલ થયો છે. તમારી તપાસમાં શું આવ્યું છે ?
  -આ પ્રકારનો વીડિયો હજુ સુધી અમને મળ્યો નથી, એટલે કઇં કહી શકાય તેમ નથી. પીએસઆઇના સ્યૂસાઇડ અંગે અમે પોતે પણ અચંબિત છીએ. હજુ સુધી કોઇ સ્પષ્ટ કારણ જાણવા નથી મળ્યું.


  2. અછોડા તોડના ગુના વધ્યા છે, ગુનેગારોને પકડવા માટે દબાણ હતું ?
  -પીએસઆઇની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક થઇ છે. સ્કવોર્ડમાં નિમણૂક દરેક પોલીસ કર્મચારી કે અધિકારી માટે ગર્વની વાત હોય છે. તેમની બદલી થતાં મિત્રોને નાસ્તો કરાવ્યો હતો. તેમને કોઇ દબાણ નહોતું. તેમણે શનિવારે જ એક કેસ ડિટેક્ટ પણ કર્યો છે.


  3.જયેશ પટેલને જેલમાં મળવા આવેલા શખ્સની તપાસ સોંપ્યા બાદ પગલું ભર્યું છે, શું આ કારણ છે ?
  -ના, એવું નથી. તમામ પીએસઆઇ પાસે 20-25 તપાસો છે. આમની પાસે આ પહેલી તપાસ હતી અને હજુ તો સ્વીકારી પણ ન હતી, કારણ તે ચેઇન સ્નેચિંગમાં હતાં. આ તપાસ કામગીરીના ભાગરૂપે જ છે.

  વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો....

 • Suicide PSI of service revolver after write off suicide note in vadodara
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વડોદરામાં સર્વિસ રિવોલ્વરથી PSIની આત્મહત્યા, ડાયરીમાં લખ્યું: 'આ નોકરી મારાથી થાય તેમ નથી, મને માફ કરશો'
 • Suicide PSI of service revolver after write off suicide note in vadodara
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વડોદરામાં પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરથી PSIની આત્મહત્યા, 'PSIની નોકરી થાય તેમ નથી, મને માફ કરશો'
 • Suicide PSI of service revolver after write off suicide note in vadodara
  માથાના ભાગે ગોળી મારી કર્યો આપઘાત, પીએસઆઇ જાડેજા પાસેથી ડાયરી મળી આવી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ