તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારૂલ યુનિવર્સિટીના સ્ટુડન્ટે સાંજે પરિવાર સાથે ઉજવ્યો બથ ર્ડે, રાત્રે કર્યો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારૂલ યુનિવર્સિટીના સ્ટુડન્ટે સાંજે પરિવાર સાથે ઉજવ્યો બથ ર્ડે, રાત્રે કર્યો આપઘાત - Divya Bhaskar
પારૂલ યુનિવર્સિટીના સ્ટુડન્ટે સાંજે પરિવાર સાથે ઉજવ્યો બથ ર્ડે, રાત્રે કર્યો આપઘાત

છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાના સૂર્યાઘોડા ગામે રહેતો અને પારૂલ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં ભણતા 21 વર્ષીય યુવકે પરિવાર સાથે જન્મદિવસ ઉજવીને રાતે ઘરની પાછળ દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ ત્રણેક દિવસ અગાઉ ઘરે ત્રણ ચાર યુવકો એલસીબીના માણસો હોવાનો રોફ જમાવીને પિંકલ સહિત પરિવારજનોને ધમકાવીને કહ્યું કે તમારા છોકરાને ઉઠાવીને મારીને ફેંકી દઈશું, કહીને જતા રહ્યા હતાં. ત્યાર બાદ પિંકલને તેનો જન્મદિન ઉજવી આ પગલુ ભરતા ચકચાર મચી ગઇ હતી. 

 

 

પારૂલ યુનિવર્સિટીના સ્ટુડન્ટે સાંજે પરિવાર સાથે ઉજવ્યો બથ ર્ડે, રાત્રે કર્યો આપઘાત

 

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સૂર્યાઘોડા ગામે ખેતી કરતા કોંગ્રેસના અગ્રણી ફતેસિંહ તડવીના બે પુત્રો પૈકી મોટો પિંકલ ઉ.વ.21 વાઘોડિયા રોડ પર આવેલી પારૂલ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સૂર્યાઘોડામાં ઘરની આગળ સાંજે દૂધ ડેરીમાં પિંકલની બર્થ ડે પરિવાર અને મિત્રો સાથે કેક કાપીને ઉજવી હતી અને ખુશીખુશી સૌ છુટા પડ્યા હતાં. પિંકલ અને તેનો પરિવાર ઘરે જઈને સુઈ ગયો હતો, રાતે બાર વાગે નાનો ભાઈ વિશાલ પણ પિંકલને બાજુના રૂમમાં સુઈ ગયેલો જોયો હતો. ત્યારે સવારે જ્યારે કોલેજ માટે પિંકલને ઉઠાડવા ગયા તો પિંકલ ખાટલામાં ન હતો. તેનું પાકીટ ત્યાં હતું. ઘર પાછળ જોયું તો કપાસના ખેતરમાં પિંકલ ઊંધો પડેલો હતો. જેથી તુરંત પરિવારજનો અને ગ્રામજનો ત્યાં એકત્ર થઈ ગયા અને 108ને બોલાવી હતી, ત્યાં મેડિકલ ઓફિસરે પિંકલને મૃત જાહેર કરી દીધો હતો. દવા પીને પિંકલે જીવન ટૂંકાવ્યાનું પ્રાથમિક તારણ આવ્યું હતું. 

 

પરિવારના જણાવ્યા મુજબ ત્રણેક દિવસ અગાઉ ઘરે ત્રણ ચાર યુવકો આવીને પિંકલ સહિત પરિવારજનોને એલસીબીના માણસો હોવાનો રોફ જમાવીને ધમકાવીને કહ્યું કે, તમારા છોકરાને ઉઠાવીને મારીને ફેંકી દઈશું, કહીને જતા રહ્યા હતાં. તે પહેલાં પિંકલને બોડેલી બોલાવીને મારઝૂડ પણ કરી હતી. યુવતી સાથે પ્રેમપ્રકરણને લઈને ચારેક જણાએ પિંકલને મારીને તેના ઘરે ધમકી આપતા છેવટે જન્મદિવસની પિંકલે સૌ સાથે મળીને ઉજવણી કર્યા પછી અંતિમ પગલું ભરતા મૃતકની માતા સુરજબેને બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેને આધારે બોડેલી પોલીસે તપાસ હાથ ધરી છે.